08 November, 2024 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly Elections 2024) હવે નજીકમાં છે ત્યારે તમામ પક્ષો વચ્ચે રસાકસી જામી રહી છે. ખાસ તો મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને ગઠબંધનમાં જોરદાર મતભેદો થઈ રહ્યા છે. જેને કારણે ત્યારે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે.
ભાજપ ફરીથી એકનાથ શિંદેને મુખ્યમંત્રી નહીં બનાવે?
આ વચ્ચે ભાજપ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહાગઠબંધનની જીત બાદ આગામી સરકાર પણ એકનાથ શિંદેના નેતૃત્વમાં જ બનશે. પણ આ જ સમયે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ માત્ર એકનાથ શિંદેને પોતાની સાથે રાખવા માટે લાલચ આપે છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે ભાજપ હવે એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી નહીં બનાવે.
બીજેપીના દેખાડવાના દાંત જૂદા છે અને ચાવવા માટેના જૂદા છે – નાના પટોલે
Maharashtra Assembly Elections 2024: તાજેતરમાં જ નાગપુરમાં ઇંટરવ્યૂ આપતી વેળાએ નાના પટોલેએ આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે અત્યારે તો ભાજપ માટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ચહેરો છે. ભલે ને ભાજપ કહે છે કે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બનશે. પણ આ તો તેઓ માત્ર કહે જ છે કે અમે એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ. જોકે, પાછળથી શું થશે એ ખબર નથી. બીજેપીના તો દેખાડવાના દાંત જૂદા છે અને ચાવવા માટેના જૂદા છે. બીજેપી કોઈ જ ચહેરા માટે જાહેરાત કરવામાં આવી નથી.
બેનર વિષે નાના પટોલેએ ભાજપ પર સાધ્યું નિશાન
Maharashtra Assembly Elections 2024: તેઓએ આગળ ભાજપના બેનરો મુદ્દે પણ પોતાની વાત મૂકી હતી. આ બેનરો વિષે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ બેનરોમાં ત્રણેય પક્ષોના પક્ષચિન્હો તો દેખાઈ રહ્યા છે પરંતુ ચહેરાઑની વાત કરવામાં આવે તો માત્ર પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસનો જ ચહેરો જોવા મળે છે. આ બેનરમાં એકનાથ શિંદે ગાયબ છે.
નાના પટોલે એ ભાજપની રણનીતિ પર કર્યા આકરા પ્રહાર
આ રીતે નાના પટોલે એ જે રીતે ભાજપના બેનરો અને પોસ્ટરોમાં માત્ર ફડણવીસને દર્શાવવામાં આવે છે તે મુદ્દે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેઓએ કહ્યું કે આ જ બેનરબાજીમાં થયેલા ગોટાળાને આધારે જણાય છે કે દેવેન્દ્ર ફડણવીસ જ ભાજપનો ચહેરો (Maharashtra Assembly Elections 2024) છે. જેમ હું કોંગ્રેસનો ચહેરો છું. ભાજપના બેનરો પર તમને એકનાથ શિંદેનો ચહેરો નહીં દેખાય, લોકો ભાજપની સ રણનીતિને જાણી ગયાં છે. તેઓએ એક ન્યૂઝ એજન્સીને એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસે અન્ય રાજ્યોમાં ગેરંટી પૂરી કરી છે, અને તેઓ બીજેપીની જેમ માંત્ર ખાલી વચનો આપતા નથી.”