કૉન્ગ્રેસે અંધેરીથી સચિન સાવંતને ટિકિટ આપ્યા બાદ અશોક જાધવને આપી ઉમેદવારી

28 October, 2024 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના હાલના વિધાનસભ્ય અમિત સાટમને જ ટિકિટ આપી છે

સચિન સાવંત, અશોક જાધવ

સ્ટેટ કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી સચિન સાવંતને અંધેરી-વેસ્ટમાંથી પક્ષે ટિકિટ ફાળવી હતી. જોકે તેમણે પાર્ટીના વડાને એ બેઠક બદલ ફેરવિચાર કરવા કહ્યા બાદ ગઈ કાલે રાત્રે કૉન્ગ્રેસે બહાર પાડેલા લિસ્ટમાંથી તેમનું નામ હટાવીને તેમની જગ્યાએ ભૂતપૂર્વ વિધાનસભ્ય અશોક જાઘવને પાટીએ ટિકિટ આપી હતી. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના હાલના વિધાનસભ્ય અમિત સાટમને જ ટિકિટ આપી છે. ગઈ કાલે કૉન્ગ્રેસે ૧૪ ઉમેદવાર જાહેર કર્યા હતા.

અશોક જાઘવને ટિકિટ ફાળવવામાં આવી એ પહેલાં સચિન સાવંતે કહ્યું હતું કે ‘મેં બાંદરા-ઈસ્ટની બેઠક માગી હતી, પણ એ સીટ સાથીપક્ષ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ને ફાળે ગઈ છે. મેં તેમને એમ પણ કહ્યું કે મને અંધેરી-વેસ્ટમાંથી ઉમેદવારી આપવામાં આવતાં ત્યાંના સ્થાનિક કૉન્ગ્રેસ નેતાઓમાં નારાજગી ફેલાઈ ગઈ છે. અત્યાર સુધી મહા વિકાસ આઘાડીની મુંબઈની ૩૬ બેઠકમાંથી કૉન્ગ્રેસને ફાળે માત્ર દસ બેઠક આવી છે. એના કારણે પણ પાર્ટીના કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.’

mumbai news mumbai congress maharashtra assembly election 2024 assembly elections andheri political news