12 November, 2024 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
LED વૅન
વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો કરવાના પ્રયાસના ભાગરૂપે રાજ્યના ચૂંટણીપંચ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુંબઈ ટાઉનની ૧૦ બેઠકમાં મતદાન જનજાગૃતિ માટે લાઇટ એમિટિંગ ડાયોડ (LED) વૅન બનાવવામાં આવી છે જે ૧૭ નવેમ્બર સુધી શિવડી, વડાલા, સાયન-કોલીવાડા, મુમ્બાદેવી, મલબાર હિલ, ભાયખલા, કોલાબા, વરલી, ધારાવી અને માહિમ મતદાર સંઘમાં ફેરવવામાં આવશે.