વિધાનસભાની ચૂંટણી માટે BJPનો મેગા પ્લાન

07 September, 2024 06:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર દિગ્ગજ નેતાને સોંપવામાં આવી મહત્ત્વની જવાબદારી

નેતા નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે અને રાવસાહેબ દાનવે

નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે અને રાવસાહેબ દાનવેની આગેવાનીમાં ચૂંટણી લડવામાં આવશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મેગા પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પક્ષના મહારાષ્ટ્રના ચાર દિગ્ગજ નેતા નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે અને રાવસાહેબ દાનવેને ચૂંટણીની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓની આગેવાનીમાં ચૂંટણી લડવામાં આવશે.

આ સિવાય આવતા અઠવાડિયે પક્ષના ૨૦ સ્ટાર પ્રચારકની વ્યવસ્થાપન સમિતિ પણ જાહેર કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું. સૂત્રો મુજબ અશોક ચવાણ, નારાયણ રાણે, સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન, રવીન્દ્ર ચવાણ, રાધાકૃષ્ણ વિખે પાટીલ, પંકજા મુંડે, વિજયા રહાટકર, પ્રવીણ દરેકર, ભાઈ ગિરકર, અશોક નેતે, અતુલ સાવે, સંજય કુટે, જયકુમાર રાવલ, રક્ષા ખડસે, મુરલીધર મોહોળ વગેરેનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી વિશેષ પ્રચારક તરીકે એક મહિનો આખા મહારાષ્ટ્રમાં વિવિધ સભા અને રૅલી કરશે. 

mumbai news mumbai maharashtra assembly election 2024 nitin gadkari devendra fadnavis political news bharatiya janata party