બળવો અને પક્ષવિરોધી કામ કરનારા ૪૦ નેતાઓની BJPએ હકાલપટ્ટી કરી

07 November, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ચેતવણી આપી હતી કે પાર્ટીની શિસ્ત અને અનુશાસનનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે

ચંદ્રશેખર બાવનકુળે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બળવો અને પક્ષવિરોધી કામ કરનારા રાજ્યની ૩૭ બેઠકના ૪૦ નેતાઓ સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ કડક કાર્યવાહી કરી છે. પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારા નેતાઓને ઉમેદવારી પાછી ખેંચવાનું કહેવામાં આવ્યા બાદ પણ પાર્ટીના આદેશને અવગણનારા આ નેતાઓની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ધુળે, જળગાવ, અકોટ, વાશિમ, બડનેરા, અમરાવતી, ચંદ્રપુર, નાંદેડ અને જાલના જિલ્લાના સૌથી વધુ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ચેતવણી આપી હતી કે પાર્ટીની શિસ્ત અને અનુશાસનનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે.

mumbai news mumbai bharatiya janata party maharashtra news maharashtra assembly election 2024 assembly elections