09 November, 2024 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર
વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવાને લીધે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની સમસ્યાનો સામનો મહાયુતિ અને મહા વિકાસ આઘાડીમાં સામેલ પક્ષો કરી રહ્યા છે. બે દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ બળવો કરનારા ૪૦ નેતાઓની હકાલપટ્ટી કરી હતી. ત્યાર બાદ ગઈ કાલે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ ૮ નેતાઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. NCP કે એના સહયોગી પક્ષે સત્તાવાર ઉમેદવારી ન આપી હોવા છતાં દહિસર, અકોલા, નાંદેડ, ધુળે, ભંડારાના પક્ષના નેતાઓએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી એટલે પક્ષના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.