મુંબઈના ૧,૦૨,૨૯,૭૦૬ મતદારમાંથી કેટલા ટકા લોકો પોતાને ઇડિયટ નહીં કહેવડાવે?

20 November, 2024 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભાની ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં કેટલા ટકા મતદાન થશે એના પર સૌની નજર

મરીન ડ્રાઇવ પર ચૂંટણીની મોસમમાં આ એક બૅનર હંમેશાં જોવા મળે છે જેમાં લખ્યું હોય છે કે ગ્રીક ડિક્શનરી મુજબ ‘ઇડિયટ’ તેને કહેવાય જે વોટ નથી કરતો. (તસવીર- કીર્તિ સુર્વે પરાડે)

વિધાનસભાની ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં કેટલા ટકા મતદાન થશે એના પર સૌની નજરઃ વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ૫૦.૬૭ % થયું હતું અને મે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ૫૨.૪ ટકા થયું હતું

ચૂંટણીની પૂર્વસંધ્યાએ ગઈ કાલે કાંદિવલીની મહાવીરનગરમા એક વ્યક્તિ રસપ્રદ પ્લૅકાર્ડ લઈને ઊભી હતી જેમાં લખ્યું હતુ કે ખરાબ રાજકારણીએ જન્મતા નથી. આવા રાજકારણીઓ મતદાન ન કરતા સારા લોકો દ્વારા સર્જાય છે.  (તસવીર - નિમેશ દવે)

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections political news