ડૉક્ટર પાસે સારવાર કરાવતી વખતે તેમની જાતિ નથી જોતા તો મત આપતી વખતે શું કામ જુઓ છો?

19 November, 2024 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રમાં રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ વોટર્સને પૂછ્યો સવાલ

નીતિન ગડકરી

કેન્દ્રમાં રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરી એક પ્રચાર સભા દરમ્યાન જાતિઆધારિત મતદાન કરવા બદલ લોકોને પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કેતમે જ્યારે સારી મેડિકલ ટ્રીટમેન્ટ લેવા જાઓ છો ત્યારે ડૉક્ટરની હોશિયારી અને અનુભવ જોઈને નિર્ણય લો છો, નહીં કે તેમની જાતિ. તો પછી મત આપતી વખતે જાતિ શું કામ જુઓ છો?’

નીતિન ગડકરી નાશિકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમણે BJPની સરકાર હેઠળ થયેલાં વિકાસનાં કાર્યો લોકો સમક્ષ મૂક્યાં હતાં અને કહ્યું હતું કેજવાહરલાલ નેહરુ સમયે USSRની કમ્યુનિસ્ટ વિચારસરણીથી પ્રેરાઈને ભારતમાં મોટી ઇન્ડસ્ટ્રીઝ તો લાવ્યા હતા, પણ એના માટે જરૂરી માળખાકીય સુવિધા ઉપલબ્ધ નહોતા કરાવી શક્યા. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળની સરકારે પહેલી વાર પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના શરૂ કરી હતી અને સાડાત્રણ લાખ ગામને સારા રસ્તાની સવગડ પૂરી પાડી હતી.’

maharashtra assembly election 2024 nitin gadkari nashik maharashtra state road transport corporation highway political news bharatiya janata party maharashtra news maharashtra news mumbai mumbai news