નાના પટોલેના પત્રથી ઉદ્ધવ ઠાકરે નારાજ થઈ ગયા, હવે જીદ નહીં છોડે

27 October, 2024 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરે હવે જે બેઠકો પોતાની પાસે રાખવા માગે છે એ ન છોડવા માટે મક્કમ થઈ ગયા હોવાનું કહેવાય છે.

ઉદ્ધવ ઠાકરે

મહા વિકાસ આઘાડીમાં કેટલીક બેઠકોની સમજૂતી ન થઈ હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવાર જાહેર કર્યા એ સામે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ આ સંબંધે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. નાના પટોલેના પત્રથી ઉદ્ધવ ઠાકરે નારાજ થઈ ગયા છે અને એને લીધે મહા વિકાસ આઘાડીની બેઠકોની સમજૂતી માટે માતોશ્રી જનારા કૉન્ગ્રેસના નેતાઓએ હવે ઉદ્ધવ ઠાકરેની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરે હવે જે બેઠકો પોતાની પાસે રાખવા માગે છે એ ન છોડવા માટે મક્કમ થઈ ગયા હોવાનું કહેવાય છે. આને લીધે કૉન્ગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના સંબંધ ખરાબ થવાની શક્યતા વધી હોવાની ચર્ચા છે. 

mumbai news mumbai congress uddhav thackeray maharashtra assembly election 2024 assembly elections