મસ્કતમાં રહેતા પ્રકાશ વેદ દર વખતે ચૂંટણીમાં ઘાટકોપર આવીને મત આપે છે

21 November, 2024 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ચૂંટણી વખતે મત આપવા ઇન્ડિયા આવી જ જાઉં છું. ઇન્ડિયા ગ્રેટ કન્ટ્રી છે.

પ્રકાશ વેદ

મૂળ ભારતીય અને હાલ મસ્કતમાં રહેતા ઘાટકોપરના પ્રકાશ વેદ દર ચૂંટણી વખતે  મત આપવા સ્વદેશ આવી જાય છે. વર્ષો સુધી અમેરિકાની ઇન્શ્યૉરન્સ કંપની માટે કામ કરતા પ્રકાશ વેદનું કહેવું છે કે મત આપીને આપણે દેશ પ્રત્યેની ફરજ બજાવવી જ જોઈએ. પ્રકાશ વેદે આ બદલ મિડ-ડેને કહ્યું હતું કે ‘હું ચૂંટણી વખતે મત આપવા ઇન્ડિયા આવી જ જાઉં છું. ઇન્ડિયા ગ્રેટ કન્ટ્રી છે. એમાં પણ છેલ્લાં ૧૦ વર્ષમાં મોદીસાહેબે દુનિયામાં ડંકો વગાડ્યો છે. તેમણે આ ૧૦ વર્ષમાં દેશ માટે જે કર્યું છે એ સમજની બહાર છે. બહુ ઓછા લોકો તેમના કામને સમજી શકે છે. મેં ઇન્શ્યૉરન્સના ફીલ્ડમાં વર્ષો સુધી કામ કર્યું છે. માત્ર ૪૫૦ રૂપિયામાં તેઓ જનધન યોજના હેઠળ ૪ લાખનો વીમો આપે છે. તેઓ ખરેખર અદ્ભુત છે. આપણે ભલે પોતાના માટે કમાતા હોઈએ પણ સાથે સમાજ માટે પણ થોડો સમય ફાળવ‍વો જોઈએ, સમાજ માટે થોડુંઘણું કામ કરવું જ જોઈએ.’

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections ghatkopar gujaratis of mumbai