૩૩ બળવાખોરોએ મહાયુતિ અને મહા વિકાસ આઘાડીની ચિંતા વધારી

23 November, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના ૯, BJPના ૮, શરદ પવાર જૂથના ૭, અજિત પવાર જૂથના ૩, શિવસેનાના ૩, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ૧, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય સમાજ પક્ષના ૧-૧ નેતાએ બળવો કર્યો છે

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું આજે રિઝલ્ટ જાહેર થઈ રહ્યું છે અને મહાયુતિ કે મહા વિકાસ આઘાડીમાંથી કોઈને પણ બહુમતી ન મળે એવું એક્ઝિટ પોલના કેટલાક સર્વેમાં જણાવવામાં આવ્યું છે. ખરેખર જો આવું ત્રિશંકુ રિઝલ્ટ આવે તો વિવિધ રાજકીય પક્ષોએ ટિકિટ ન આપતાં બળવો કરનારા ૩૩ નેતાઓએ મહાયુતિ અને મહા વિકાસ આઘાડીની ચિંતા વધારી દીધી છે. બળવો કરનારા કેટલાક ઉમેદવારો પક્ષના સત્તાવાર ઉમેદવારોને માત કરી શકે એવા સક્ષમ હોવાથી આ ૩૪ બેઠકમાં કોણ બાજી મારશે એ કહેવું મુશ્કેલ છે. કૉન્ગ્રેસના ૯, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૮, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના ૭, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ૩, શિવસેનાના ૩, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના ૧, સમાજવાદી પાર્ટીના ૧ અને રાષ્ટ્રીય સમાજ પક્ષના ૧ મળીને કુલ ૩૩ નેતાએ બળવો કર્યો છે.

બેઠક                                 બળવાખોર ઉમેદવાર

નાંદગાવ

સમીર ભુજબળ, NCP

અક્કલકુવા

હિના ગાવિત, BJP

કસબા

કમલ વ્યવહારે, કૉન્ગ્રેસ

પર્વતી

આબા બાગુલ, કૉન્ગ્રેસ

કોપરી-પાચપાખાડી

મનોજ શિંદે, કૉન્ગ્રેસ

કારંજા

યયાતી નાઈક, NCP-SP

શિવાજીનગર

મનીષ આનંદ, કૉન્ગ્રેસ

ઇંદાપુર

પ્રવીણ માને, NCP

પુરંદર

દિગંબર દુર્ગડે, NCP

પુરંદર

સંભાજી ઝેંડે, શિવસેના

માવળ

બાપુ ભેગડે, NCP

જુન્નર

આશા બુચકે, BJP

ખેડ આળંદી

અતુલ દેશમુખ, NCP-SP

ભોર

કિરણ દગડે પાટીલ, BJP

મીરા રોડ

ગીતા જૈન, BJP

સિંદખેડા રાજા

ગાયત્રી શિંગણે, NCP-SP

બીડ

જ્યોતિ મેટે, રાષ્ટ્રીય સમાજ પક્ષ

સોલાપુર સિટી સેન્ટ્રલ

તૌફીક શેખ, NCP-SP

શ્રીવર્ધન

રાજા ઠાકુર, કૉન્ગ્રેસ

સાવનેર

અમોલ દેશમુખ, કૉન્ગ્રેસ

કાટોલ

યાજ્ઞવલ્ક્ય જિચકર, NCP-SP

રામટેક

ચંદ્રપાલ ચૌકસે, કૉન્ગ્રેસ

ઉમરેડ

પ્રમોદ ઘરડે, BJP

નાગપુર-વેસ્ટ

નરેન્દ્ર જિચકર, કૉન્ગ્રેસ

સોલાપુર સિટી નૉર્થ

શોભા બનશેટ્ટી, BJP

શ્રીગોંદા

રાહુલ જગતાપ, સમાજવાદી પાર્ટી

અહેરી

અંબરીશરાવ અત્રામ, BJP

વિક્રમગડ

પ્રકાશ નિકમ, શિવસેના

નાશિક સેન્ટ્રલ

હેમલતા પાટીલ, કૉન્ગ્રેસ

માવળ

બાપુ ભેગડે, NCP-SP

જુન્નર

શરદ સોનવણે, શિવસેના

ભોર

કિરણ દગડે, BJP

બડનેરા

પ્રીતિ બંડ, UBT

 

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections maha vikas aghadi shiv sena congress nationalist congress party