કૉન્ગ્રેસના બીજા લિસ્ટમાં પણ બોરીવલી બાકાત

27 October, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસે ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૩ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા હતા

પ્રતીકાત્મક તસવીર

કૉન્ગ્રેસે ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૩ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે બીજા લિસ્ટમાં પણ ગુજરાતીઓના ગઢ બોરીવલી બેઠક પર કોઈ ઉમેદવારનું નામ જાહેર નથી કરવામાં આવ્યું. બોરીવલી બેઠક માટે એકથી વધુ લોકો દાવેદાર હોવાથી નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. કૉન્ગ્રેસે જાહેર કરેલી બેઠકોમાં મુંબઈની કાંદિવલી-ઈસ્ટમાંથી કાલુ બુધેલિયા, ચારકોપમાંથી યશવંત સિંહ, સાયન-કોલીવાડામાંથી ગણેશ યાદવ અને વસઈમાંથી વિજય પાટીલને ઉમેદવારી આપવામાં આવી હતી. 

mumbai news mumbai congress borivali maharashtra assembly election 2024 assembly elections