20 September, 2024 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી દિવાળી બાદ યોજાવાની શક્યતા છે ત્યારે ઠાકરે પરિવારમાંથી આદિત્ય ઠાકરે બાદ વધુ એક ઠાકરે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાની ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેનો પુત્ર અમિત ઠાકરે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. જો અમિત ઠાકરે ચૂંટણી લડશે તો ઠાકરે પરિવારમાં બાળાસાહેબ ઠાકરે પછી ઉદ્ધવ અને રાજ ઠાકરે બાદની ત્રીજી પેઢીમાં બીજો યુવા હશે. મરાઠી કોંકણીની વસ્તી ભાંડુપ અને માહિમમાં વધુ છે એટલે આ બેમાંથી એક વિધાનસભા બેઠક પરથી અમિત ઠાકરેને ઉતારવામાં આવે એવી માગણી MNSના કાર્યકરોએ કરી હોવાનું જાણવા મળ્યું હતું.