19 November, 2024 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિતેન્દ્ર ઠાકુર
લોકનેતાની છાપ ધરાવતા વસઈના ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુર ૧૯૯૦માં પ્રથમ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે એ સમયે વસઈની વસ્તી ૧ લાખ હતી. ત્યાર બાદ શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને તેઓ વસઈની પાણીની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરતા રહ્યા. તેમણે સરકાર તરફથી સમયાંતરે વિવિધ યોજનાઓ અને ભંડોળ મંજૂર કરીને વસઈની પાણીની સમસ્યાના નિરાકરણને પ્રાથમિકતા આપી હતી. હાલમાં વસઈ-વિરાર મહાનગરપાલિકા વસઈના પાણીપુરવઠામાં સુધારો કરવા માટે દહેરજી પ્રોજેક્ટ માટે ૧૬૫ કરોડ અને સુસરી પાણીપુરવઠા પ્રોજેક્ટ માટે ૧૬ કરોડ રાજ્યના જળ સંસાધન વિભાગને જમા કરાવ્યા છે. ખોલસાપાડા-૧ અને ખોલસાપાડા-બે યોજનાઓની પણ મંજૂરી મેળવી છે. જનનેતા હિતેન્દ્ર ઠાકુર અને વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુરના પ્રયાસથી વસઈ-વિરાર વિસ્તારને પ્રતિદિન ૯૦ કરોડ મિલ્યન લીટર પાણી મળશે.
ઉલ્લેખનીય છે કે ઠાકુર પરિવાર દ્વારા શિક્ષણક્ષેત્ર સાથે સર્વધર્મ એકતા બની રહે એટલે વિરારના સાંઈબાબા મંદિરથી લઈને પંચમુખી હનુમાન મંદિર સહિત શિર્ડીમાં ઓમ સાંઈધામ મંદિર ટ્રસ્ટ દ્વારા પાલખી નિવારાની સુવિધા કરવામાં આવી છે. શિર્ડી સંસ્થાનને ૩૨ કરોડ ૨૭ લાખની કિંમતની બે ઇમારતોનું દાન પણ કરવામાં આવ્યું છે. આ ઇમારતમાં IAS ઍકૅડેમી ચાલી રહી છે અને હજારો આદિવાસી, ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આ સંકુલની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. વિરારમાં પ્રવીણા ઠાકુર દ્વારા ભવ્ય શ્રીકૃષ્ણ મંદિર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર મુંબઈના પ્રવેશદ્વાર સમા પાલઘર જિલ્લાના વસઈ, નાલાસોપારા અને બોઇસરના ગુજરાતી, જૈન, મારવાડી સહિતનો વેપારી વર્ગ અને સર્વધર્મીઓનો બહુજન વિકાસ આઘાડીને હકારાત્મક સાથ મળી રહ્યો હોવાથી ચૂંટણીનાં સમીકરણો સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે.