27 November, 2024 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૌલાના સજ્જાદ નોમાની
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મતદાનના થોડા દિવસ પહેલાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તા મૌલાના સજ્જાદ નોમાનીએ વોટ જેહાદનો ફતવો કાઢીને ભારતીય જનતા પાર્ટી (BJP)ને મત ન આપવાની અપીલ મુસલમાનોને કરી હતી. એટલું જ નહીં, BJPને મત આપનારાઓનો બહિષ્કાર કરીને તેમનાં હુક્કાપાણી બંધ કરવાનું કહ્યું હતું. ચૂંટણીમાં મહાયુતિનો બમ્પર વિજય થયો છે ત્યારે મૌલાના સજ્જાદ નોમાનીનો સૂર બદલાઈ ગયો છે. તેમણે સોશ્યલ મીડિયામાં માફી માગતો પત્ર પોસ્ટ કરીને કહ્યું છે કે ‘મારું નિવેદન કોઈ સમાજના વિરોધમાં નહોતું. મારું આ નિવેદન કોઈ ફતવો નહોતો. મારા નિવેદનથી કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઈને માફી માગું છું.’