સોશ્યલ મીડિયામાં વાઇરલ થયું કૉન્ગ્રેસના ઉમેદવારોનું ફેક લિસ્ટ

19 October, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે વાઇરલ થયેલું લિસ્ટ ફેક છે. ઉમેદવારોની યાદી હજી સુધી ફાઇનલ નથી થઈ

કૉન્ગ્રેસના ઉમેદવારોનું ફેક લિસ્ટ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહા વિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસના ઉમેદવારોનું એક લિસ્ટ ગુરુવારે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયું હતું. ગઠબંધનમાં બેઠકોની સમજૂતી હજી સુધી ફાઇનલ નથી થઈ ત્યારે કૉન્ગ્રેસે પોતાના ઉમેદવારોનું લિસ્ટ બનાવી લીધું હોવાની માહિતી મળ્યા બાદ મહા વિકાસ આઘાડીમાં સામેલ શરદ પવાર જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ ચોંકી ગયાં છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા ૧૫ ઉમેદવારોના લિસ્ટમાં મુંબઈની બાંદરા-વેસ્ટ અને મલાડ વિધાનસભા બેઠકના ઉમેદવારનાં નામ સાથે કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલની સહી પણ છે. જોકે આ વાતની જાણ થયા બાદ ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધી પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે વાઇરલ થયેલું લિસ્ટ ફેક છે. ઉમેદવારોની યાદી હજી સુધી ફાઇનલ નથી થઈ ત્યારે લિસ્ટ કોણે અને કેવી રીતે બનાવીને સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યું છે એ સમજાતું નથી. અત્યાર સુધી ૩૦ ઉમેદવારોનાં નામ ફાઇનલ કરવામાં આવ્યાં છે અને ૬ બેઠકના ઉમેદવારોનો નિર્ણય એક-બે દિવસમાં થઈ ગયા પછી ઉમેદવારોનું લિસ્ટ જારી કરવામાં આવશે.

mumbai news mumbai congress social media maharashtra news maharashtra assembly election 2024