ઇલેક્શન કમિશન દ્વારા પોલિંગ બૂથમાં મોબાઇલ લઈ જવા પર બંધી મૂકવી એ ગેરકાયદે નથી : બૉમ્બે હાઈ કોર્ટ

19 November, 2024 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી હતી કે ચૂંટણી વખતે પોલિંગ બૂથમાં મોબાઇલ લઈ જવાની પરવાનગી આપવી જોઈએ અને મોબાઇલની ડિજિટલ લૉકર ઍપમાં સ્ટોર કરાયેલા ID ડૉક્યુમેન્ટ્સ વેરિફાઇ કરવાની સુવિધા મળવી જોઈએ

બૉમ્બે હાઈ કોર્ટ

મુંબઈનાં ઍડ્વોકેટ ઉજાલા યાદવે બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી હતી કે ચૂંટણી વખતે પોલિંગ બૂથમાં મોબાઇલ લઈ જવાની પરવાનગી આપવી જોઈએ અને મોબાઇલની ડિજિટલ લૉકર ઍપમાં સ્ટોર કરાયેલા ID ડૉક્યુમેન્ટ્સ વેરિફાઇ કરવાની સુવિધા મળવી જોઈએ, આ ઍપ મિનિસ્ટ્રી ઑફ ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી દ્વારા જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હોવાથી મોબાઇલ ફોન પોલિંગ બૂથમાં લઈ જવા પર ઇલેક્શન કમિશન અને સ્ટેટ ઇલેક્શને મૂકેલી બંધી હટાવી લેવી જોઈએ.

બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે આ જનહિત યાચિકાને ફગાવી દેતાં કહ્યું હતું કે ‘ઇલેક્શન કમિશનને ચૂંટણીની મતદાન પ્રક્રિયા સ્મૂધલી થઈ શકે એ માટે કેટલાંક પગલાં લેવાનો ​અધિકાર હોય છે. વળી ચૂંટણી પ્રક્રિયા બહુ જટિલ હોય છે. અમને નથી લાગતું કે ડિજિલૉકરનો ઉપયોગ કરી ડૉક્યુમેન્ટસ ન બતાવી શકો તો એમાં તમારા અધિકારોનો ભંગ થતો હોય. ઇલેક્શન કમિશન દ્વારા આ નિર્ણય લેવામાં કંઈ ગેરકાયદે થયું હોય એવું લાગતું નથી.’

bombay high court maharashtra assembly election 2024 maharashtra news maharashtra news election commission of india mumbai mumbai news