ચાર દિવસ પહેલાં ગોઠણનું ઑપરેશન કર્યું હોવા છતાં ૬૫ વર્ષનાં ધનુબહેન ડોડિયા મત આપવા ગયાં

21 November, 2024 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા વિસ્તારના વિધાનસભ્યને પસંદ કરવાનો આ મોકો હું જવા દેવા નહોતી માગતી

ધનુબહેન ડોડિયા

મીરા રોડના પૂનમસાગર કૉમ્પ્લેક્સમાં રહેતાં ૬૫ વર્ષનાં ધનુબહેન ડોડિયાના પગના ગોઠણનું ચાર દિવસ પહેલાં જ ઑપરેશન કરવામાં આવ્યું હતું. પગમાં સખત દુખાવો થતો હોવા છતાં તેઓ પુત્રવધૂ સાથે ગઈ કાલે મીરા રોડના શાંતિનગર સ્કૂલના મતદાનકેન્દ્રમાં પહોંચ્યાં હતાં અને મત આપ્યો હતો. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પગનો દુખાવો થોડા સમયમાં ઓછો થઈ જશે, પણ મત આપવાનો મોકો પાંચ વર્ષ પછી મળશે. મારા વિસ્તારના વિધાનસભ્યને પસંદ કરવાનો આ મોકો હું જવા દેવા નહોતી માગતી એટલે રિક્ષામાં જેમતેમ બેસીને મતદાનકેન્દ્રમાં વૉકર લઈને પહોંચી અને પુત્રવધૂની મદદથી મત આપ્યો.’

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections mira road gujaratis of mumbai