20 November, 2024 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દાદરની એક સ્કૂલમાં આ લેડી પોલીસે મતદાન કર્યું હતું. (તસવીર : આશિષ રાજે)
દરેક મતદાનમથકની ગતિવિધિ ઇલેક્શન કમિશન લાઇવ જોશે
ઇલેક્શન કમિશન દ્વારા વિધાનસભાની આ ચૂંટણીઓમાં કોઈ ગેરરીતિઓ ન થાય એ માટે ૧૦૦ ટકા વેબકાસ્ટિંગની સુવિધા રાખી છે. એથી કોઈ પણ પોલિંગ-બૂથ પર, કોઈ પણ સમયે શું ચાલી રહ્યું છે એના પર ઇલેક્શન-ઑફિસર નજર રાખી શકશે. આથી ઇલેક્શન કમિશનને પળે-પળની વિગતો મળતી રહેશે. મુંબઈમાં સિટી અને સબર્બ્સ મળીને કુલ ૨૦૮૫ વોટિંગ-સેન્ટર્સ છે, જેમાં આવેલા ૧૦,૧૧૭ પોલિંગ-બૂથની રજેરજ વિગતો આનાથી ઇલેક્શન કમિશનને મળતી રહેશે. આ વેબકાસ્ટિંગની લિન્ક ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર સ્ટેટ ચીફ ઇલેક્શન-ઑફિસર, ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન-ઑફિસર, બધા જ ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ-ઑફિસર અને બધા જ ઇલેક્શન નોડલ-ઑફિસરને આપવામાં આવી છે. આથી ઇલેક્શન કમિશન દરેક પોલિંગ-બૂથ પર ઝીણવટભરી નજર રાખી શકશે.
ચૂંટણીને લઈને આજે
કેવો પોલીસ-બંદોબસ્ત
પાંચ ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ
૨૦ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ
૮૩ અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ
૨૦૦૦+ પોલીસ-ઑફિસર
૨૫૦૦૦ પોલીસ-કર્મચારીઓ
૩- રાયટ કન્ટ્રોલ પ્લૅટૂન
ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલો બંદોબસ્ત
૧૪૪ ઑફિસર
૧૦૦૦ ટ્રાફિક
પોલીસ-કર્મચારી
૪૦૦૦ હોમ ગાર્ડ્સ
૨૬ સેન્ટ્રલ ઍન્ડ સ્ટેટ સિક્યૉરિટી ફોર્સ ટીમ