મુલુંડની ૨૩ વર્ષની હિતાંશી ઠક્કર ખાસ મત આપવા બૅન્ગલોરથી આવી

21 November, 2024 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વોટિંગ આપણો અધિકાર છે અને એ કોઈ પણ સંજોગોમાં નિભાવવો જોઈએ

હિતાંશી ઠક્કર

બૅન્ગલોરમાં સૃષ્ટિ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝ્‍યુઅલ કમ્યુનિકેશન અને સ્ટ્રૅટેજિક બ્રૅન્ડિંગનો કોર્સ કરતી અને મુલુંડ-વેસ્ટમાં મૅરથૉન મૉન્ટે કાર્લોમાં રહેતી ૨૩ વર્ષની હિતાંશી ઠક્કર ખાસ મત આપવા મુંબઈ આવી હતી.

હિતાંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વોટિંગ આપણો અધિકાર છે અને એ કોઈ પણ સંજોગોમાં નિભાવવો જોઈએ. હું ૧૯ નવેમ્બરે સાંજે ખાસ વોટ આપવા બૅન્ગલોરથી મુંબઈ આવી હતી. વોટ આપીને સાંજે ૪ વાગ્યાની મારી બૅન્ગલોરની ફ્લાઇટ હતી. ગઈ કાલે સવારે મેં અને મારા પરિવારના બીજા સભ્યોએ મતદાન-કેન્દ્ર જઈ વોટિંગ કર્યું હતું. એ ઉપરાંત અમે અમારા આડોશપાડોશમાં પણ લોકોને વોટિંગ માટે પ્રેરિત કર્યા હતા.’

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections mulund gujaratis of mumbai