25 November, 2024 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શાસક મહાયુતિના કોપરી-પાચપાખાડી અને બારામતીના પોતપોતાના ગઢમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર સહિતના ૧૫ ઉમેદવારો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એક લાખથી વધુ મતના માર્જિન સાથે વિજયી થયા છે. એમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૮, અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ૪ અને એકનાથ શિંદેની શિવસેનાના ૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. એની સામે વિપક્ષી મહા વિકાસ આઘાડીનો કોઈ પણ ઉમેદવાર આટલા માર્જિનથી જીત મેળવી શક્યો નહોતો. જોકે એના કેટલાક ઉમેદવારો ૯૦,૦૦૦ મતના માર્જિનથી વિજય મેળવવામાં સફળ થયા હતા.
BJPના શિરપુરથી કાશીરામ વેચન પાવરા ૧,૪૫,૯૪૪ મતના માર્જિનથી જીત્યા હતા, જ્યારે આ જ પાર્ટીના શિવેન્દ્રરાજે ભોસલેએ સાતારામાં તેમના નજીકના હરીફને ૧.૪૨ લાખ મતથી હાર આપી હતી.
એક લાખથી વધુ મતથી જીતેલા BJPના અન્ય ઉમેદવારોમાં મેળઘાટથી કેવલરામ કાળે ૧,૦૬,૮૫૯ મતના માર્જિનથી, બાગલાણથી દિલીપ બોરસે ૧,૨૯,૨૯૭ મત, બોરીવલીથી સંજય ઉપાધ્યાય ૧,૦૦,૨૫૭ મત, ચિંચવડના શંકર જગતાપ ૧,૦૩,૮૬૫ મત, કોથરુડમાંથી ચંદ્રકાંત પાટીલ ૧,૧૨,૦૪૧ મત અને નાગપુર-પૂર્વમાંથી કૃષ્ણ ખોપડે ૧,૧૫,૨૮૮ મતના માર્જિનથી જીત્યા હતા.
અજિત પવાર બારામતીમાંથી ૧,૦૦,૮૯૯ મતના માર્જિનથી જીત્યા હતા. જોકે આ ૨૦૧૯ના તેમના ૧.૬૫ લાખના માર્જિન કરતાં ઓછું હતું. અજિત પવારની પાર્ટીની અન્ય નોંધપાત્ર જીતમાં માવળમાંથી સુનીલ શેળકે ૧,૦૮,૫૬૫ મત, કોપરગાંવથી આશુતોષ કાળે ૧,૨૪,૬૨૪ મત અને ધનંજય મુંડે પર્લીથી ૧,૪૦,૨૨૪ મતના માર્જિનથી જીત્યા હતા.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કોપરી-પાચપાખાડીમાંથી ૧,૨૦,૭૧૭ મતના માર્જિન સાથે જંગી જીત મેળવી હતી. તેમના જૂથના અન્ય વિજેતાઓમાં ઓવલા-માજીવાડામાંથી પ્રતાપ સરનાઈક ૧,૦૮,૧૫૮ મત અને માલેગાંવ આઉટરમાંથી દાદા ભુસે ૧,૦૬,૬૦૬ મતના માર્જિનથી જીત્યા છે. મહાયુતિના કોપરી-પાચપાખાડી અને બારામતીના પોતપોતાના ગઢમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર સહિતના ૧૫ ઉમેદવારો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એક લાખથી વધુ મતના માર્જિન સાથે વિજયી થયા છે. એમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૮, અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ૪ અને એકનાથ શિંદેની શિવસેનાના ૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. એની સામે વિપક્ષી મહા વિકાસ આઘાડીનો કોઈ પણ ઉમેદવાર આટલા માર્જિનથી જીત મેળવી શક્યો નહોતો. જોકે એના કેટલાક ઉમેદવારો ૯૦,૦૦૦ મતના માર્જિનથી વિજય મેળવવામાં સફળ થયા હતા.
BJPના શિરપુરથી કાશીરામ વેચન પાવરા ૧,૪૫,૯૪૪ મતના માર્જિનથી જીત્યા હતા, જ્યારે આ જ પાર્ટીના શિવેન્દ્રરાજે ભોસલેએ સાતારામાં તેમના નજીકના હરીફને ૧.૪૨ લાખ મતથી હાર આપી હતી.
એક લાખથી વધુ મતથી જીતેલા BJPના અન્ય ઉમેદવારોમાં મેળઘાટથી કેવલરામ કાળે ૧,૦૬,૮૫૯ મતના માર્જિનથી, બાગલાણથી દિલીપ બોરસે ૧,૨૯,૨૯૭ મત, બોરીવલીથી સંજય ઉપાધ્યાય ૧,૦૦,૨૫૭ મત, ચિંચવડના શંકર જગતાપ ૧,૦૩,૮૬૫ મત, કોથરુડમાંથી ચંદ્રકાંત પાટીલ ૧,૧૨,૦૪૧ મત અને નાગપુર-પૂર્વમાંથી કૃષ્ણ ખોપડે ૧,૧૫,૨૮૮ મતના માર્જિનથી જીત્યા હતા.
અજિત પવાર બારામતીમાંથી ૧,૦૦,૮૯૯ મતના માર્જિનથી જીત્યા હતા. જોકે આ ૨૦૧૯ના તેમના ૧.૬૫ લાખના માર્જિન કરતાં ઓછું હતું. અજિત પવારની પાર્ટીની અન્ય નોંધપાત્ર જીતમાં માવળમાંથી સુનીલ શેળકે ૧,૦૮,૫૬૫ મત, કોપરગાંવથી આશુતોષ કાળે ૧,૨૪,૬૨૪ મત અને ધનંજય મુંડે પર્લીથી ૧,૪૦,૨૨૪ મતના માર્જિનથી જીત્યા હતા.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કોપરી-પાચપાખાડીમાંથી ૧,૨૦,૭૧૭ મતના માર્જિન સાથે જંગી જીત મેળવી હતી. તેમના જૂથના અન્ય વિજેતાઓમાં ઓવલા-માજીવાડામાંથી પ્રતાપ સરનાઈક ૧,૦૮,૧૫૮ મત અને માલેગાંવ આઉટરમાંથી દાદા ભુસે ૧,૦૬,૬૦૬ મતના માર્જિનથી જીત્યા છે.