24 May, 2023 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરેને મળ્યા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ (મિડ-ડે)
મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે સાથે બુધવારે તેમના નિવાસસ્થાને માતોશ્રીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુલાકાત કરી. આ દરમિયાન તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર હતા. મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે સંબંધ નિભાવવામાં અને તેને સંભાળનારા લોકો છીએ. રાજકારણ પોતાની જગ્યાએ છે. આગામી વર્ષ ચૂંટણીનું વર્ષ છે. આથી જો આ વખતે ટ્રેન છૂટી ગઈ તો પછી આપણા દેશમાંથી લોકતંત્ર ખતમ થઈ જશે. આથી લોકતંત્રને જાળવી રાખવા માટે આપણે બધાએ મળીને કામ કરવાનું રહેશે. થોડાંક દિવસ પહેલા સુપ્રીમ કૉર્ટે બે નિર્ણય આપ્યા, જેમાંથી એક દિલ્હી વિશે અને બીજો શિવસેના વિશે હતો.
કૉર્ટે જે નિર્ણય આપ્યો તે લોકતંત્રને બચાવવા માટે હતો. જો કે, કેન્દ્ર સરકાર સુપ્રીમ કૉર્ટના નિર્ણય વિરુદ્ધ અધ્યાદેશ લઈને આવી છે. જે સંપૂર્ણ રીતે ખોટો છે. અધ્યાદેશના મુદ્દે હવે અરવિંદ કેજરીવાલ મહાવિકાસ આઘાડીના સંયોજક શરદ પવારને પણ મળશે. મંગળવારે કેજરીવાલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ મુલાકાત કરીને તેમનું સમર્થન માગ્યું હતું.
અમે પણ સંબંધ જાળવી રાખનારા લોકો છીએ
તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની જેમ જ અમે પણ સંબંધ નિભાવનારા લોકો છીએ. જેમ દિલ્હીમાં અમારી સરકાર બની તે જ રીતે કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન દ્વારા અમારી બધી શક્તિઓ છીનવી લીધી છે. આઠ વર્ષની લાંબી લડાઈ બાદ સુપ્રીમ કૉર્ટે દિલ્હી સરકારના પક્ષમાં નિર્ણય આપ્યો અને કહ્યું કે જનતા દ્વારા પસંદગી પામેલી સરકાર પાસે શક્તિઓ હોવી જોઈએ. પણ કેન્દ્ર સરકારે કૉર્ટના નિર્ણય વિરુદ્ધ અધ્યાદેશ લાવીને એ સાબિત કરી દીધું છે કે તેમને દેશની ન્યાયપાલિકા પર કોઈ વિશ્વાસ નથી.
આ પણ વાંચો : Maharashtra: સીએમની આગેવાની હેઠળ કેબિનેટનું વિસ્તરણ 2 જૂનની આસપાસ થવાની સંભાવના
કેન્દ્ર સરકારે એ પણ સાબિત કરી દીધું છે કે તે સુપ્રીમ કૉર્ટને નથી માનતા. જો આવું જ છે તો ફરી ચૂંટણી કેમ નથી કરાવતા, કેમ સરકાર બનાવવામાં આવી રહી છે. જો એવું જ છે તો સરકારનું ગઠન ન કરાવવું જોઈએ.