11 June, 2023 10:43 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત (ફાઈલ તસવીર)
NCP`s Chhagan Bhujbal has tweeted that the government has any responsibility towards Warkari sect, Warkari brothers or not?
મહારાષ્ટ્રના (Maharashtra) પુણે (Pune) જિલ્લાના પંઢરપુરમાં રવિવારે મંદિર તરફ જઈ રહેલા વારકરી ભક્તો પર પોલીસે લાઠીચાર્જ (LathiCharge) કર્યો હતો. લાઠીચાર્જની ઘટનાને લઈને વિરોધ પક્ષોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મળતી માહિતી મુજબ, ભગવાન કૃષ્ણના સ્વરૂપ ભગવાન વિઠોબાની ભક્તો દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન ભક્તોની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આળંદીના શ્રી ક્ષેત્ર મંદિરમાં પ્રવેશને લઈને વિવાદ શરૂ થયો હતો.
ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે કહ્યું કે પરંપરા મુજબ માત્ર 75 સભ્યોને જ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી છે, પરંતુ મંદિરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરનારા લગભગ 400 લોકોને વહીવટીતંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા.
પોલીસની કાર્યવાહીને લઈને વિરોધ પક્ષોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાના (Shiv Sena) વરિષ્ઠ સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) ટ્વીટ કર્યું કે "ઓહ ઓહ.. હિંદુત્વ સરકારના દંભનો પર્દાફાશ થયો છે.. માસ્કનો પર્દાફાશ થઈ ગયો છે.. ઔરંગઝેબ અલગ રીતે વર્તે છે? મહારાષ્ટ્રમાં (Maharashtra) મુઘલોનો પુનર્જન્મ થયો છે."
NCPના છગન ભુજબળે (Chhagan Bhujbal) ટ્વીટ કર્યું કે, શું સરકારની વારકરી સંપ્રદાય, વારકરી ભાઈઓ પ્રત્યે કોઈ જવાબદારી છે કે નહીં? તેમણે લખ્યું કે શ્રી ક્ષેત્ર આળંદીમાં પોલીસે જે રીતે વારકરી ભાઈઓ પર લાઠીચાર્જ કર્યો તે અત્યંત નિંદનીય છે. વારકરી સંપ્રદાયનો પાયો નાખનાર મહાન સંત જ્ઞાનેશ્વર મહારાજની હાજરીમાં વારકરી બંધુઓનું આ અપમાન નિંદનીય છે.
જણાવવાનું કે, વારકારીઓ એ તીર્થયાત્રીઓ છે જે આળંદીથી પંઢરપુરના વિઠ્ઠલ મંદિરે જાય છે. 11 જૂનથી પદયાત્રાનો પ્રારંભ થયો છે. 10 જૂનના રોજ આળંદીથી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી અને દેહુથી સંત તુકારામ મહારાજ પાલખીનું પ્રસ્થાન આ ભવ્ય તીર્થધામની શરૂઆત દર્શાવે છે. અષાઢી એકાદશીના શુભ દિવસે 29 જૂને પવિત્ર શહેર પંઢરપુર ખાતે વારકરીઓએ ભેગા થવાની અપેક્ષા હતી.
જાણો ક્યારે ઘટી આ ઘટના
આ ઘટના ત્યારે ઘટી, જ્યારે ભક્તો પુણે શહેરથી 22 કિલોમીટર દૂર આળંદી શહેરમાં સંત જ્ઞાનેશ્વર મહારાજ સમાધિ મંદિરમાં ઔપચારિક જુલૂસ દરમિયા પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ પંઢરપુરની વાર્ષિક અષાઢી એકાદશી તીર્થયાત્રાનો ભાગ છે. પિંપરી ચિંચવાડના કમિશનર વિનય કુમાર ચૌબેએ કહ્યું કે કોઈપણ અપ્રિય ઘટાને અટકાવવા માટે પોલીસે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી અને મંદિરના ન્યાસિયો સાથે બેઠકો પણ કરી હતી. જ્યારે પોલીસ એક સમયે 75 શ્રદ્ધાળુઓના જૂથને મોકલી રહી હતી, ત્યારે કેટલાક લોકોએ બેરિકેડ્સ તોડી દીધા અને મંદિરમાં પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કર્યો. તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો વિવાદ થયો પણ પોલીસે ઘટનાસ્થળે લાઠીચાર્જ નહોતો કર્યો.
આ પણ વાંચો : `PM અનુભવહીન` : રામલીલા મેદાનમાં કેજરીવાલે કહ્યું - દરેક મોર્ચા પર નિષ્ફળ મોદી..
મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. તેમણે કહ્યું કે લાઠીચાર્જમાં સામેલ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ આ ઘટનાને શરમજનક જણાવી છે. તેમણે કહ્યું કે માર્ચ પછીથી રાજ્યમાં તાણ અને હિંસાનો માહોલ છે. આજે આળંદીમાં વરકરીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. આ શરમજનક છે. જો ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્ય નહીં ચલાવી શકે છે, તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.