દિશા સાલિયાન આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરેની વધી શકે છે મુશ્કેલીઓ, નવી માહિતી આવી સામે

07 December, 2023 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતના મોતનો મુદ્દો મહારાષ્ટ્ર વિધાનસભામાં ગૂંજી રહ્યો છે. એવામાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધી શકે છે.

દિશા સાલિયાન અને આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. વાસ્તવમાં, મહારાષ્ટ્રની શિંદે સરકાર દિશા સાલિયાન આત્મહત્યા કેસમાં SITની રચના કરી રહી છે. ડીઆઈજી રેન્કના અધિકારીઓ આ SITની તપાસ પર નજર રાખશે. આ મામલે ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગયા શિયાળુ સત્ર દરમિયાન SIT તપાસના આદેશ આપ્યા હતા. હવે ગૃહમંત્રીના આદેશ પર SITની રચના કરવામાં આવી રહી છે જે આ મામલાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે ઘણા ધારાસભ્યોએ સરકાર પાસે દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેની કથિત ભૂમિકાની તપાસ કરવાની માંગ કરી હતી.

શિંદે જૂથના સાંસદે આક્ષેપો કર્યા છે

દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતના મોતનો મુદ્દો મહારાષ્ટ્ર વિધાનસભામાં ગૂંજી રહ્યો છે. ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે અને શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલેએ સરકાર પાસે તપાસની માંગ કરી હતી. શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાળેએ આરોપ લગાવ્યો હતો કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને એયુના નામ પર 44 વખત ફોન આવ્યો હતો. રાહુલ શેવાળેએ દાવો કર્યો હતો કે આ નામ બીજા કોઈનું નહીં પરંતુ આદિત્ય ઠાકરેનું છે.

મરતા પહેલા ફોન પર કોઈની સાથે લાંબી વાત કરી હતી

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, દિશા સાલિયાને મૃત્યુ પહેલા ફોન પર કોઈની સાથે લાંબી વાત કરી હતી. કહેવાય છે કે તેણે પોતાના એક નજીકના મિત્ર સાથે લગભગ 45 મિનિટ સુધી વાત કરી હતી. તેણે પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો તેના મિત્ર સાથે શેર કરી હતી.

દિશા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી

તમને જણાવી દઈએ કે 28 વર્ષની દિશા સાલિયાનનું જૂન 2020માં બિલ્ડિંગના 14મા માળેથી પડી જવાથી મોત થયું હતું. દિશા એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર હતી. આ અકસ્માતના પાંચ દિવસ પછી, 14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે કથિત રીતે આપઘાત કર્યો હતો.

આજથી નાગપુરમાં રાજ્યની વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ અધિવેશનમાં મુંબઈને લઈને રાડો થવાની શક્યતા છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નિશાન બનાવાઈ રહ્યા છે ત્યારે આ સત્રમાં ઠાકરે જૂથને ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરવા માટેની રણનીતિ બનાવી હોવાનું સૂત્રોએ કહ્યું છે. 

aaditya thackeray mumbai news maharashtra news suicide gujarati mid-day