12 August, 2024 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હસન મુશરીફ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મુંબઈ અને પંઢરપુર બેઠકના ઉમેદવારો જાહેર કર્યા બાદ ગઈ કાલે રાજ્યની સત્તાધારી મહાયુતિએ પહેલા ઉમેદવારની જાહેરાત કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજિત પવારે કોલ્હાપુર જિલ્લાની કાગલ વિધાનસભા બેઠકના અત્યારના વિધાનસભ્ય હસન મુશરીફને રિપીટ કરવાનું ગઈ કાલે જાહેર કર્યું હતું. અજિત પવારે કાર્યકરોને આહવાન કરતાં કહ્યું હતું કે ‘હસન મુશરીફને ખૂબ મોટા માર્જિનથી વિજયી બનાવો જેથી વિરોધ પક્ષના ઉમેદવારની હાલત ખરાબ થઈ જાય.’ ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં હસન મુશરીફે અપક્ષ ઉમેદવાર સમરજિતસિંહ ઘાટગેને ૨૮ હજાર કરતાં વધુ મતના માર્જિનથી હરાવ્યા હતા.