midday

જનતાને ઝટકો: 50 રૂપિયા મોંઘું થયું LPG ગૅસ સિલિન્ડર, 8 એપ્રિલથી નવી કિંમત લાગુ

08 April, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જણાવ્યું કે રાંધણ ગૅસ કે ઘરગથ્થૂ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જણાવ્યું કે રાંધણ ગૅસ કે ઘરગથ્થૂ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. સબ્સિડીવાળા અને સામાન્ય શ્રેણીના ગ્રાહકો બન્ને માટેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

મોંઘવારીના મોરચે સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જણાવ્યું કે રાંધણ ગૅસ અથવા ઘરગથ્થૂ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. સબ્સિડીવાળા અને સામાન્ય શ્રેણીના ગ્રાહકો બન્ને માટે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત આવતી કાલે એટલે કે મંગળવારે, 8 એપ્રિલ 2025થી લાગુ થઈ જશે. જણાવવાનું કે આ જાહેરાત સરકારના પેટ્રોલ-ડીઝલ પર 2-2 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવાની જાહેરાતના તરત બાદ કરવામાં આવી છે.

હવે આટલી હશે કિંમત
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, "એલપીજીના પ્રતિ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થશે. પીએમયૂવાયના લાભાર્થીઓ માટે નવી કિંમત 500થી વધીનને 550 રૂપિયા થઈ જશે. તો, અન્ય ગ્રાહકો માટે ઘરગથ્થૂ ગૅસ સિલિન્ડરની કિંમત 803 રપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે. જણાવવાનું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ, સરકારનો લક્ષ્ય ગ્રામીણ ભારતમાં ગરીબી રેખાથી નીચે (Below Poverty Line) આવતા પરિવારોની મહિલાઓને સ્વચ્છ ખોરાક રાંધવા માટે ઈંધણ, ખાસ રીતે એલપીજી ઉપલબ્ધ કરાવવાનો છે."

કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ
તમને જણાવી દઈએ કે આ મહિનાની પહેલી તારીખ એટલે કે 1 એપ્રિલે કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે, ઇન્ડિયન ઓઇલે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો કરીને 45 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. આ ઘટાડા પછી, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1762 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે પહેલા તેની કિંમત 1803 રૂપિયા હતી. આનાથી રેસ્ટોરાં, હોટલ અને અન્ય કોમર્શિયલ સંસ્થાઓ પ્રભાવિત થઈ છે જે આ સિલિન્ડરનો ઉપયોગ દૈનિક કામગીરી માટે કરે છે.

પેટ્રોલ અને ડીઝલ પર સરકારે શું કહ્યું?
સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે, પરંતુ આ વધારાની અસર સામાન્ય ગ્રાહકો પર નહીં પડે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ ૮ એપ્રિલથી લાગુ થશે. આ વધારા બાદ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ૧૩ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૧૦ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. હરદીપ સિંહ પુરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, આ એક પગલું છે જેની અમે પછીથી સમીક્ષા કરીશું. અમે દર 2-3 અઠવાડિયે તેની સમીક્ષા કરીએ છીએ. તેથી, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારાનો બોજ સામાન્ય ગ્રાહકો પર નાખવામાં આવશે નહીં.

oil prices delhi news new delhi business news mumbai news mumbai national news