મોંઘવારીથી મોટી રાહત: LPG સિલિન્ડર આટલા રૂપિયા સસ્તો, આ તારીખથી નવા દર લાગુ

01 July, 2024 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

LPG Cylinder Price Reduced:

પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)

દેશના લોકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. તેલ કંપનીઓએ સોમવારે પહેલી જુલાઇ 2024ના રોજ એલપીજી સિલિન્ડરનાં ભાવ (LPG Cylinder Price Reduced) લગભગ 30 રૂપિયાથી ઓછા કર્યા હોવાનું જાહેરાત કરી છે, પરંતુ આ કંપનીઓ દ્વારા ઘરમાં વપરાતા રસોઈ ગૅસ સિલિન્ડરનાં ભાવમાં કોઈપણ ઘટાડો કરવાના આવ્યો નાથી. કંપની દ્વારા હૉટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા અને કમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં 30 રૂપિયા જેટલો ઘટાડો કર્યો છે. આ કમર્શિયલ એલપીજી સિલિન્ડર 19 કિલોનું હોય છે, જ્યારે ઘરના રસોઈ ગેસ સિલિન્ડર 14.2 કિલોનું હોય છે. જેથી હવે ઘરમાં વપરાતા રસોઈ ગૅસ સિલિન્ડરનાં ભાવ ક્યારે ઓછા થશે તેની રાહ સામાન્ય નાગરિકો જોઈ રહ્યા છે.

તેલ કંપનીઓ દ્વારા ભાવમાં ફરી એક વખત ઘટાડો (LPG Cylinder Price Reduced) કરવામાં આવ્યો છે જેથી હવે 19 કિલોગ્રામ વાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડર પહેલી જુલાઇથી 30 રૂપિયા સસ્તો મળશે. જેથી હવે દેશના પાટનગર દિલ્હીમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડર 1676 રૂપિયાની બદલે 1646 રૂપિયાના ભાવે મળશે. કોલકાતામાં આ સિલિન્ડર હવે 1756 રૂપિયામાં મળી રહ્યો છે જે ભાવ ઓછો થયા પહેલા 1787 રૂપિયા મળતો હતો.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજથી એલપીજી સિલિન્ડર (LPG Cylinder Price Reduced) 1629 રૂપિયાની જગ્યાએ હવે 1598 રૂપિયામાં હૉટેલ, વેપારીઓ અને રહ્યો છે. તેમજ તામિલનાડુંના ચેન્નઈમાં સિલિન્ડર 1809.50 રૂપિયાનો મળી રહ્યો છે, પરંટી ઘરમાંવપરાતો 14.2 કિલોનો ગૅસ સિલિન્ડરનાં ભાવમાં કોઈ પણ ઘટાડો કરવામાં નથી આવ્યો. જેને લીધે દિલ્હીમાં આ ગૅસ સિલિન્ડર 803 રૂપિયામાં અને મુંબઈમાં 802.50 રૂપિયામાં મળી રહ્યો છે.

ઘરના એલપીજી સિલિન્ડરનાં ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ઘરના એલપીજી સિલિન્ડરનાં ભાવમાં છેલ્લે નવ માર્ચ 2024ના રોજ બદલાવ કર્યો હતો. બે મહિના પહેલા ગૅસના ભાવ 100 રૂપિયાથી ઓછા કરવામાં આવ્યા હતા. હવે દિલ્હીમાં (LPG Cylinder Price Reduced) ઘરના એલપીજી સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નઈમાં 818.50 રૂપિયા ચાલી રહ્યો છે.

પહેલી જૂન 2023ના રોજ એટલે કે લગભગ એક વર્ષ પહેલા ઘરમાં વપરાતા (LPG Cylinder Price Reduced) એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1103 રૂપિયા હતો. કંપનીઓએ 30 ઓગસ્ટ 2023ના રોજ ભાવ 200 રૂપિયાથી ઘટાડવાની જાહેરાત કરી હતી અને ત્યારે ભાવ ઘટીને 903 રૂપિયા પહોંચ્યો હતો તે પછી નમવી માર્ચ 2024ના રોજ કંપની દ્વારા ઘરમાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં વધુ 100 રૂપિયાની કાપ કરી હત તે પછી સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ કે સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્ર સહિત (LPG Cylinder Price Reduced) અનેક રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે જેને લીધે હાલની સરકાર દ્વારા કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સામાન્ય નાગરિકોને વધુ ખુશ કરવા માટે સરકાર આવતા મહિનામાં ઘરમાં વપરાતા એલપીજી સિલિન્ડરનો ભાવ પણ ઓછો કરે તેવી મોટી શક્યતા છે.

mumbai news oil prices new delhi national news chennai mumbai