02 November, 2024 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવાળીના ટાણે LPG ગૅસના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨ રૂપિયાનો વધારો
ભારતમાં લોકો દિવાળીની ઉજવણીમાં મશગૂલ છે ત્યારે જ ઇન્ડિયન ઑઇલ કંપનીએ LPG ગૅસના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬૨ રૂપિયાનો ગઈ કાલે વધારો જાહેર કર્યો હતો. આ વધારો પહેલી નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. દેવદિવાળી બાદ લગ્નની સીઝન શરૂ થશે એમાં આ વધારાની અસર સામાન્ય લોકોને થઈ શકે છે. એ સિવાય રેસ્ટોરાંમાં ગૅસના ભાવ વધતાં ફૂડના રેટમાં વધારો થઈ શકે છે એટલે મુંબઈગરાઓએ વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે. મુંબઈમાં પહેલાં ૧૬૯૨.૫૦ રૂપિયા ભાવ હતો એ હવે ૧૭૫૪.૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. ઑઇલ કંપની દ્વારા જોકે ઘરના રસોડામાં વાપરવામાં આવતા ગૅસના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.