26 March, 2024 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેત્રી સ્વરા ભાસ્કરની ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક લોકોના પક્ષપલટાની ખબર પણ સામે આવી રહી છે. તેમ જ અનેક નવા ચહેરા પણ રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. કૉન્ગ્રેસે ગુરુવારે રાત્રે મહારાષ્ટ્રની સાત બેઠકો માટે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
ગુરુવારે જાહેર કરાયેલા કુલ 57 ઉમેદવારોમાંથી સાતને તક આપવામાં આવી એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ઉત્તર મધ્ય મુંબઈ બેઠક માટે કૉન્ગ્રેસ પક્ષમાં બે નામો પર મુખ્ય ચર્ચાએ જોર પકડયું છે. જેમાં અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા બે નામ રાજ બબ્બર અને સ્વરા ભાસ્કરના નામની ચર્ચાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં દિલ્હીમાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલા સાથેની મુલાકાત બાદ સ્વરા ભાસ્કર કૉન્ગ્રેસમાં જઈ શકે છે એવી અટકળોએ વેગ પકડ્યો હતો.
સ્વરા ભાસ્કરે કૉન્ગ્રેસ પ્રભારી સાથે કરી હતી બેઠક
ત્યાંને જણાવી દઈએ કે તજતેરમાં જ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કૉન્ગ્રેસ મુખ્યાલયમાં એક મહત્વની બેઠકમાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલા સાથે તેણે ચર્ચા કરી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ બેઠકમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના રાજકીય વાતાવરણની ચર્ચા કરવામાં આવી હતી. એવા પણ અહેવાલ છે કે આગામી ચૂંટણી (Loksabha Election 2024)માં સ્વરા ભાસ્કરની સંભવિત ઉમેદવારી અંગે પણ ચર્ચા થઈ હતી.
અનેકવાર બીજેપીની વિરુદ્ધમાં દર્શાવ્યું છે વિરોધ પ્રદર્શન
અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરોધ પ્રદર્શન માટે જાણીતી છે. તેણે ઘણા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાનો ખુલેઆમ વિરોધ કરીને અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ પહેલાં પણ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ઘણીવાર ભાજપનો વિરોધ કરતી જોવા મળી છે. વર્ષ 2019માં તે CAA અને NRC કાયદા વિરુદ્ધ મીડિયામાં આવી હતી. તેટલું જ નહીં તેણે કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં પણ ભાગ લઈને કૉન્ગ્રેસ તરફનો જુકાવ દર્શાવ્યો હતો. એક વાર નહીં સ્વરા ભાસ્કર ઘણી વખત ભાજપ વિરુદ્ધ ઊતરી છે.
મુંબઈમાં કૉન્ગ્રેસને મળી શકે છે એક બેઠક
પ્રાપ્ત અહેવાલો અનુસાર મહાવિકાસ અઘાડીમાં એક ઘટક પક્ષ ઠાકરે જૂથે મુંબઈની છ બેઠકોમાંથી મોટાભાગની બેઠકો (Loksabha Election 2024) પર દાવો કર્યો છે. તો કૉન્ગ્રેસને મુંબઈમાં માત્ર એક જ બેઠક મળવાની શક્યતા છે. મુંબઈમાં કૉન્ગ્રેસને મુંબઈ ઉત્તર-મધ્ય મતવિસ્તાર મળશે તેવી ચર્ચા ચાલી રહી છે. હવે આ બેઠક માટે સ્વરા ભાસ્કર અથવા રાજ બબ્બરને ઊભા રાખવામાં આવે તેવી શક્યતા છે.
શિંદે જૂથ અભિનેતા ગોવિંદાને ઉત્તર મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. તેથી આગામી લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)માં પૂનમ મહાજન અને સ્વરા ભાસ્કર અથવા ગોવિંદા અને સ્વરા ભાસ્કર વચ્ચે જંગ જામશે તેવી ચર્ચા છે.