આજે મહારાષ્ટ્રની ૧૧ બેઠક પર મતદાન

07 May, 2024 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પવાર સામે પવાર અને છત્રપતિ શિવાજી મહારાજના બે વંશજો ચૂંટણીમેદાનમાં

સુનેત્રા પવાર, સુપ્રિયા સુળે

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં બે તબક્કામાં અત્યાર સુધી ૧૩ બેઠકો પર મતદાન થઈ ગયું છે; જ્યારે આજે ત્રીજા તબક્કામાં રાયગડ, બારામતી, ધારાશિવ, લાતુર, સોલાપુર, માઢા, સાંગલી, સાતારા, રત્નાગિરિ-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હાતકણંગલે સહિતની ૧૧ બેઠક પર મતદાન થશે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો પર સરેરાશ અનુક્રમે ૬૩.૪૫ ટકા અને ૬૩.૮૬ ટકા મતદાન થયું હતું.

આ ૧૧ બેઠકમાં બારામતીમાં પહેલી વખત શરદ પવાર અને તેમની સાથે છેડો ફાડનારા ભત્રીજા અજિત પવારના ઉમેદવારો સામસામે લડી રહ્યા છે. અહીં ત્રણ ટર્મથી સંસદસભ્ય સુપ્રિયા સુળે અને પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહેલાં અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર વચ્ચે મુખ્ય મુકાબલો છે.

આ સિવાય આજે છત્રપ​િત શિવાજી મહારાજના બે વંશજની બેઠકોમાં પણ ચૂંટણી થશે. કોલ્હાપુરમાંથી શિવાજી મહારાજના બારમા વંશજ શહાજી શાહુ કૉન્ગ્રેસની ટિકિટ પર તો શિવાજી મહારાજના તેરમા વંશજ ઉદયનરાજે ભોસલે સાતારામાંથી BJPની ટિકિટ પર લડી રહ્યા છે. 

મુખ્ય મુકાબલો
બારામતી : NCP (શરદચંદ્ર 
પવાર)નાં સુપ્રિયા સુળે સામે 
NCPનાં સુનેત્રા પવાર
સાતારા : BJPના ઉદયનરાજે ભોસલે સામે NCP (શરદચંદ્ર પવાર)ના શશિકાંત શિંદે
રત્નાગિરિ-સિંધુદુર્ગ : BJPના નારાયણ રાણે સામે શિવસેના 
(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વિનાયક રાઉત
રાયગડ : NCPના સુનીલ તટકરે સામે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અનંત ગીતે
માઢા : BJPના રણજિતસિંહ નિંબાળકર સામે NCP (શરદચંદ્ર પવાર)ના ધૈર્યશીલ મોહિતે-પાટીલ
ધારાશિવ : BJPના અર્ચના પાટીલ સામે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઓમપ્રકાશ નિંબાળકર
લાતુર : BJPના સુધાકર શિંગારે સામે કૉન્ગ્રેસના શિવાજીરાવ કાળગે
હાતકણંગલે : શિવસેનાના સત્યજિત પાટીલ સામે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ધૈર્યશીલ માને
કોલ્હાપુર : કૉન્ગ્રેસના છત્રપતિ 
શાહુ મહારાજ સામે શિવસેનાના સંજય માંડલિક
સોલાપુર : કૉન્ગ્રેસનાં પ્રણીતિ શિંદે સામે BJPના રામ સાતપુતે
સાંગલી : શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ચંદ્રહાર પાટીલ સામે BJPના સંજયકાકા પાટીલ

mumbai news mumbai sharad pawar ajit pawar supriya sule Lok Sabha Election 2024 maharashtra