08 May, 2024 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પવારની ફાઇલ તસવીર
અત્યારે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024)નો માહોલ જબરો જમેલો છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે એક એવું નિવેદન આપ્યું છે કે જે ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી શકે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યુમાં આપી રહ્યા હતા ત્યારે તેઓએ આવનારા સમયમાં પ્રાદેશિક પક્ષો કોંગ્રેસમાં ભળી જશે એમ કહીને નવા જ રાજકીય ભૂકંપના એંધાણ આપી દીધા હતા.
કોંગ્રેસ અને એનસીપીમાં તેમને વધુ ફરક લાગતો નથી.
તેઓએ ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે આગામી બે વર્ષની અંદર અનેક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની વધુ નજીક આવશે. આ સાથે જ તેઓએ એવું પણ જણાવ્યું હતું કે તેમને એવું લાગે છે કે કોંગ્રેસમાં ભળવાનો વિકલ્પ તેમની પાર્ટી માટે શ્રેષ્ઠ છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પણ કોંગ્રેસમાં ભળી જશે? ત્યારે તે પ્રશ્નનો ઉત્તર આપતા શરદ પવારે જણાવ્યું હતું કે, તેઓને કોંગ્રેસ અને તેઓની વચ્ચે કોઈ ફરક દેખાતો નથી. તેઓના માટે વૈચારિક રીતે તેઓ ગાંધી, નેહરુ વિચારધારાના છે.
ઉદ્ધવ ઠાકરેની વિચારધારાની સાથે પોતાની વિચારધારાને સરખાવી શરદ પવારે, કહ્યું...
Lok Sabha Elections 2024: તમને જણાવી દઈએ કે સાથી પક્ષ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ વિશે વાત કરતાં શરદ પવારે જણાવ્યું હતું કે, “ઉદ્ધવ ઠાકરે સમાન વિચારધારાવાળા પક્ષો સાથે મળીને કામ કરવા માટે પણ સકારાત્મક છે. મેં તેમની વિચારસરણી જોઈ છે, તે અમારા જેવી જ છે.”
વળી તેઓ આગળ જણાવે છે કે રાજકીય પક્ષોનો એક મોટો વર્ગ એવો પણ છે જે ભાજપ અને નરેન્દ્ર મોદીને પસંદ નથી કરતો. આ સતહે જ હવે વિરોધીઓ પણ એકઠા થવા લાગ્યા છે. દેશનો મૂડ મોદી વિરુદ્ધ થઈ રહ્યો છે. અને અમે ગાંધી અને નેહરુના વિચારોને અનુસરીને સકારાત્મક દિશામાં વાત કરી રહ્યા છીએ. શરદ પવારે પોતાના ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમને મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ચૂંટણીમાં શાસક પક્ષ વિરુદ્ધ ‘અંડરકરંટ’નો અનુભવ થયો.
ચૂંટણી (Lok Sabha Elections 2024)ની વચ્ચે તેઓ કહી રહ્યા છે કે 1977માં મોરારજી દેસાઈ કરતાં આજે પાર્ટીમાં રાહુલ ગાંધીને સૌથી વધુ સમર્થન મળી રહ્યું છે. મોરારજી દેસાઈ કરતાં તેમના જ પક્ષમાં તેમને વધુ સમર્થન છે. રાહુલ ગાંધી પ્રાદેશિક પક્ષોમાં આપણા બધા સાથે સંબંધો બાંધી રહ્યા છે.
Lok Sabha Elections 2024: તેમણે કહ્યું હતું કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ અનુસાર દરેકજણે એક થવું ખૂબ જ જરૂરી છે. તમામ વિપક્ષી પાર્ટીઓ એક સમાન વિચારધારા ધરાવે છે. તેથી જો આપણે ચૂંટાઈએ, તો આપણે સ્થિર સરકાર આપવી જોઈએ. છેલ્લા બે વર્ષમાં એનસીપી અને શિવસેના વચ્ચેના વિભાજનનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું કે જે લોકો મોદીની સાથે ગયા છે, તેવા નેતાઓને લોકો બિલકુલ પસંદ કરતાં નથી.