૧૭ મેએ પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરે એક મંચ પર આવશે

16 May, 2024 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ MNSના વડાને ઘરે જઈને આપ્યું આમંત્રણ

BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશખેર બાવનકુળેએ તેમના ઘરે જઈને આમંત્રણ આપ્યું હતું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૧૭ મેએ મુંબઈમાં શિવાજી પાર્કમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સામેલ થવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેને ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશખેર બાવનકુળેએ તેમના ઘરે જઈને આમંત્રણ આપ્યું હતું. આથી લોકસભાની આ ચૂંટણીના પ્રચારમાં પહેલી વખત એક મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરે આવશે. મહારાષ્ટ્રના પાંચમા અને છેલ્લા તબક્કામાં મુંબઈ સહિત નાશિક લોકસભાની બેઠકોની ચૂંટણી છે. આ બન્ને જગ્યાએ રાજ ઠાકરેનું સારુંએવું વજન છે એટલે મરાઠી મતદારોને આકર્ષિત કરવા તેમને જાહેર સભા માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Lok Sabha Election 2024 Lok Sabha narendra modi shivaji park dadar bharatiya janata party maharashtra navnirman sena raj thackeray mumbai mumbai news