16 May, 2024 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈ કાલે સાંજે ઘાટકોપરમાં રોડ-શો થયો ત્યારે તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના વરિષ્ઠ નેતાઓ જોવા મળ્યા હતા. જોકે આ સમયે મહારાષ્ટ્રના બીજા નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવાર જોવા નહોતા મળ્યા. અજિત પવાર બારામતી લોકસભા બેઠકની ચૂંટણી બાદથી જ ઓછા દેખાતા હોવાથી તેઓ નારાજ હોવાની ચર્ચા ઊડી હતી. જોકે અજિત પવારની તબિયત સારી ન હોવાથી તેઓ બે દિવસથી મુંબઈમાં તેમના દેવગિરિ બંગલામાં આરામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.