દુબઈમાં રહેતા ઘાટકોપરના વેપારીને લાગ્યો જોરદાર આંચકો

21 May, 2024 07:55 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

ખાસ મતદાન કરવા માટે આવ્યા, પણ નામ ગાયબ

નિશિત પારેખ

પહેલાં ઘાટકોપરમાં રહેતા પણ હવે દુબઈમાં શિફ્ટ થઈ ગયેલા ૪૫ વર્ષના નિશિત પારેખ બે દિવસ પહેલાં ખાસ મતદાન કરવા માટે દુબઈથી મુંબઈ આવ્યા હતા. તેઓ સવારના મત આપવા ગયા ત્યારે તેમનું નામ મતદારયાદીમાંથી ગાયબ થઈ ગયું હોવાથી તેઓ મત નહોતા આપી શક્યા. ૫૦,૦૦૦ રૂપિયાની ટિકિટ ખરીદીને અને ૧૯૦૦ કિલોમીટરનો પ્રવાસ કરવા છતાં મત ન આપી શકવાનો અફસોસ નિશિત પારેખે વ્યક્ત કર્યો હતો.

હું દુબઈમાં રહું છું અને અહીંની મતદારયાદીમાં મારું નામ પણ છે એમ જણાવીને નિશિત પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૯માં મેં મતદાન કર્યું હતું. આથી આ વખતે પણ ખાસ મત આપવા હું દુબઈથી ૧૮ મેએ સવારે મુંબઈ આવ્યો હતો. મતદારયાદીમાં નામ મેં પાંચ દિવસ પહેલાં ઑનલાઇન ચેક કર્યું હતું, પણ નહોતું મળ્યું. ઑનલાઇન સિસ્ટમમાં કોઈ ગરબડ હશે, મતદાનકેન્દ્રની બહાર નામ શોધી આપનારા રાજકીય પક્ષોના કાર્યકરો નામ શોધી આપશે એમ માનીને હું દુબઈથી મુંબઈ આવ્યો હતો. સાંજે જ મારી દુબઈની રિટર્ન ફ્લાઇટનું બુકિંગ હતું એટલે હું સવારના જ ઘાટકોપર-વેસ્ટના મતદાનકેન્દ્રમાં મત આપવા પહોંચી ગયો હતો. સાત વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અનેક પ્રયાસ કર્યા બાદ પણ મતદારયાદીમાં નામ નહોતું મળ્યું. આથી હું મત નહોતો આપી શક્યો. નવાઈની વાત એ છે કે મારાં માતા-પિતાનાં નામ છે, માત્ર મારું જ નામ નથી.’

mumbai news mumbai Lok Sabha Election 2024 ghatkopar gujaratis of mumbai