૭૫,૨૬૨ મુંબઈકરોને કોઈ ઉમેદવાર પસંદ ન પડ્યો

07 June, 2024 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છમાંથી ચાર બેઠક પર NOTAના મત ત્રીજા નંબરે રહ્યા

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની મુંબઈની છ બેઠક પર ૭૫,૨૬૨ મુંબઈકરોએ નન ઑફ ધ અબોવ (NOTA)નું બટન દબાવ્યું હતું એટલે તેમને ઉમેદવાર પસંદ ન આવ્યા હોવાનું જણાયું છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિજયી અને બીજા નંબરે રહેલા ઉમેદવાર બાદ ત્રીજા નંબરે પ્રકાશ આંબેડકરની વંચિ‌ત બહુજન આઘાડી (VBA) રહી હતી એની સામે આ વખતે છમાંથી ચાર બેઠક પર ત્રીજા નંબરે NOTAના મત રહ્યા છે. બાકીની બે બેઠકમાં VBA ત્રીજા નંબરે રહી છે.

મુંબઈ નૉર્થ બેઠકમાં ૧૩,૩૪૬ (૧.૩ ટકા) મત, મુંબઈ નૉર્થ વેસ્ટ બેઠકમાં ૧૫,૧૬૧ (૧.૬ ટકા) મત, મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠકમાં ૯૭૪૯ (૧.૧ ટકા) મત અને મુંબઈ સાઉથમાં ૧૩,૪૧૧ (૧.૧૭) મત સાથે NOTAના મત ત્રીજા નંબરે રહ્યા છે. મુંબઈ નૉર્થ ઈસ્ટ બેઠકમાં ૧૪,૬૫૭ (૧.૬ ટકા) મત અને મુંબઈ સાઉથ સેન્ટ્રલ બેઠકમાં ૨૩,૮૬૭ (૩ ટકા) મત સાથે VBA ત્રીજા નંબરે રહી છે. 

Lok Sabha Election 2024 mumbai mumbai news