મોદીના નેતૃત્વમાં મહારાષ્ટ્ર સાથે અન્યાય થઈ રહ્યો છેઃ શરદ પવારે કરી ટીકા

15 May, 2024 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: શરદ પવારે એનસીપીના ઉત્તર-પૂર્વ મુંબઈની લોકસભા બેઠકના ઉમેદવાર સંજય દિના પાટીલના ચૂંટણી પ્રચાર માટે કાંજુરમાર્ગ ખાતે યોજવામાં આવેલી એક પ્રચાર સભામાં હાજરી આપી હતી.

શરદ પવાર ફાઇલ તસવીર

રાજ્યમાં યુવાનોને સૌથી વધુ રોજગારી પૂરી પાડતી ખેતી અને ઉદ્યોગનો વિકાસ કરવાની ચિંતા મહાયુતિ સરકારને નથી, પણ રાજ્યના ઉદ્યોગોને ગુજરાત કેવી રીતે લઈ જવા તે બાબતે તેમને વધુ ચિંતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (Lok Sabha Elections 2024) નેતૃત્વ અને આશીર્વાદ હેઠળ, મહારાષ્ટ્રના ઉદ્યોગોને છીનવીને રાજ્ય સાથે અન્યાપૂરક વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, એવી ટીકા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે ટીકા કરી હતી.

દેશમાં લોકસભા ચૂંટણીનું માહોલ છે. એવામાં એનસીપી શરદ પવાર જૂથના અધ્યક્ષ શરદ પવારે એક કાર્યક્રમાં મહાયુતિ સરકાર (ભારતીય જનતા પાર્ટી, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જુથ) પર નિશાન સાધી ટીકા કરી હતી. આ દરમિયાન શરદ પવારે (Lok Sabha Elections 2024) ભાજપ અને નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે “મોદી સરમુખત્યારશાહી તરફ પગલાં લઈ રહ્યા છે અને તેમને રોકવું પડશે. કારણ કે આ લોકશાહી અને તમારા મૂળભૂત અધિકારો પર એક સંકટ છે. અને 2024ની લોકસભા ચૂંટણી લોકશાહીનું ભવિષ્ય નક્કી કરશે, એવું પણ શરદ પવારે કહ્યું હતું.

શરદ પવારે એનસીપીના ઉત્તર-પૂર્વ મુંબઈની લોકસભા બેઠકના (Lok Sabha Elections 2024) ઉમેદવાર સંજય દિના પાટીલના ચૂંટણી પ્રચાર માટે કાંજુરમાર્ગ ખાતે યોજવામાં આવેલા એક પ્રચાર સભામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શરદ પવાર સાથે સ્ટેજ પર શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત, સાંસદ ચંદ્રકાંત હંદોરે પણ ઉપસ્થિત રહ્યા હતા.  આ સાથે પવારે કહ્યું “ભારત વિશ્વના લોકશાહી દેશોમાં મોખરે છે અને જો આ લોકશાહી સંકટમાં મુકાય તો વિશ્વની લોકશાહી જોખમમાં મુકાઈ શકે છે. તેથી જ અમેરિકા સહિત વિશ્વના અનેક લોકશાહી દેશો ભારતમાં લોકશાહીનું શું થઈ રહ્યું છે તે અંગે ઉત્સુક અને ચિંતિત છે, અને સમજાવે છે કે તેઓ આ ચૂંટણી પર ધ્યાન આપી રહ્યા છે. અત્યાર સુધી તમામ વડા પ્રધાનોએ લોકશાહી ટકાવી રાખવા વલણ અપનાવ્યું છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન થવું જોઈએ.”

“જો કે, છેલ્લા 10 વર્ષોમાં મોદીએ તેનાથી એકદમ વિપરીત વ્યવસ્થા કરી છે. તેમણે દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે દેશમાં બેરોજગારીનો દર 87 ટકા પહોંચ્યો છે. આનો અર્થ એવો થાય છે કે મોદી એક વાત કહે છે અને કરે છે કંઈક બીજું જ. આ સાથે પવારે પણ આક્ષેપ કરતાં કહ્યું કે “તેઓ મહાયુતિ સરકારે (Lok Sabha Elections 2024) ક્યારેય તેમના વચનો પાળ્યા નથી. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોની રચના એક જ સમયે થઈ હોવા છતાં મહારાષ્ટ્રના તમામ મુખ્ય પ્રધાનોએ રાજ્યના હિતને પ્રાધાન્ય આપીને કૃષિ અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રોમાં રાજ્યની પ્રતિષ્ઠા વધારી. પરંતુ હાલની સરકાર રાજ્યના હિતોની રક્ષા કરવા પર કોઈ ધ્યાન નથી આપી રહી. તેઓ રાજ્યના ઉદ્યોગો ગુજરાતમાં કેવી રીતે લઈ જવાશે તેની વધુ ચિંતા કરે છે, એવો પણ આરોપ પવારે કર્યો હતો.

Lok Sabha Election 2024 Lok Sabha sharad pawar narendra modi nationalist congress party bharatiya janata party maharashtra news mumbai news