13 May, 2024 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ ખડસે
૪૦ વર્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રહ્યા બાદ ૨૦૨૦માં શરદ પવાર સાથે જનારા વરિષ્ઠ નેતા એકનાથ ખડસે ફરી BJPમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગઈ કાલે તેમણે હવે કોઈ ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. એકનાથ ખડસેએ કહ્યું હતું કે ‘BJPમાં સામેલ થયા બાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં BJP તરફથી મુક્તાઈનગરની ટિકિટ મને આપવામાં આવશે એવી ચર્ચા છે. શરદ પવાર જૂથ મારી પુત્રી રોહિણીને ટિકિટ આપશે તો અહીં પિતા-પુત્રીની લડત થશે એવી અટકળો લોકો લગાવી રહ્યા છે. જોકે હવે મને ચૂંટણી લડવાની ઇચ્છા નથી એટલે કોઈ ચૂંટણી નહીં લડું. હું રાજકારણમાંથી નિવૃત્તિ નથી લઈ રહ્યો, કારણ કે હું રાજકીય માણસ છું એટલે BJP મને જે જવાબદારી આપશે એ હું નિભાવતો રહીશ.’