10 May, 2024 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમોલ કીર્તિકરની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના (Lok Sabha Elections 2024) માહોલમાં મહાયુતિ (ભારતીય જનતા પાર્ટી(BJP), શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) અને મહાવિકાસ આઘાડી (શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ(UBT),કૉંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ) દ્વારા એકબીજા પર ટીકા અને આરોપ-પ્રત્યારોપ કરીને શાબ્દિક યુદ્ધ સર્જાયું છે. આ શાબ્દિક યુદ્ધમાં હવે ભાજપ દ્વારા યુબીટી પર એવો આરોપ કરવામાં આવ્યો છે, જેને લીધે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હોબાળો મચ્યો છે. ભાજપે યુબીટી પર આરોપ કરતાં કહ્યું હતું કે યુબીટીના ઉમેદવાર અમોલ કીર્તિકરના ચૂંટણી પ્રચાર રેલીમાં મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપી ઇકબાલ મુસા ઉર્ફે બાબા ચૌહાણ પણ સામેલ થયો હતો. યુબીટીને વડા ઉદ્ધવ ઠાકરેને આવા કૃત્ય માટે શરમ આવી જોઈએ, એવું મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું.
ભાજપના પ્રદદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ (Lok Sabha Elections 2024) આ મામલે શિવસેના યુબીટી પર ટીકા કરીને ઉદ્ધવ ઠાકરેને માફી માગવા પણ કહ્યું હતું. બાવનકુલેએ યુબીટી પર ટીકા કરતાં કહ્યું કે’ જ્યારે ઉદ્ધવ સીએમ હતા ત્યારે 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમનની કબરને શણગારવામાં આવી હતી. આ સહિત ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના વખાણ કરી તેમને મોટા બનાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આજે 1933 મુંબઈ બ્લાસ્ટના આરોપીઓ યુબીટીના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના આ કૃત્યથી આજે બાળાસાહેબ ઠાકરેની આત્માને કેવો દુઃખનો અનુભવ થયો હશે? બાળાસાહેબ ઠાકરેએ જ 1993ના વિસ્ફોટો પછી મુંબઈની રક્ષા કરી હતી.
ભાજપ નેતા ચંદ્રશેખર બાવનકુળેએ કરેલા આરોપથી યુબીટીના ઉમેદવાર અમોલ કીર્તિકરે (Lok Sabha Elections 2024) પોતાનો બચાવ કર્યો હતો. અમોલ કીર્તિકરે કહ્યું કે તે ઈકબાલ મુસાને અંગત ઓળખતા નથી અને જો આવી કોઈ વ્યક્તિ કે આરોપી મારા ચૂંટણી પ્રચારની રેલીમાં આવે તો તેને રોકવાની જવાબદારી રાજ્યના ગૃહ વિભાગની છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ઉત્તર-પચિમ મુંબઈની લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉમેદવાર અમોલ કીર્તિકરની રેલીમાં સામેલ થયેલા બોમ્બ બ્લાસ્ટના જે આરોપીને લીધે આ વિવાદ સર્જાયો છે, તે આરોપીએ પણ ભાજપના (Lok Sabha Elections 2024) આરોપ બાબતે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. 1933 મુંબઈ બ્લાસ્ટના આરોપી ઈકબાલ મુસાએ આ મામલે ખુલાસો કરતાં કહ્યું હતું ક તે અમોલ કીર્તિકરના ચૂંટણી રેલીમાં પાણી પણ એક કાઉન્સિલરને મળવા માટે જ્યાંથી રેલી પસાર થઈ હતી ત્યાં ગયો હતો. મુસાએ કહ્યું કે ‘હું અમોલ કીર્તિકરને ઓળખતો નથી. મારા જીવનમાં માત્ર એક વખત કોઈ લગ્નમાં મેં અને તેણે બે મિનિટ માટે વાત કરી હતી. આ સાથે મુસાએ મુંબઈ બ્લાસ્ટમાં સામેલ નથી એવું પણ કહ્યું હતું અને તે 2016થી તેના ઘરે છે. જેથી લોકોની જે ઈચ્છા છે તે તેઓ કહી શકે છે, એવું પણ મુસાએ કહ્યું હતું.