Lok Sabha Elections 2024: ‘મત’વાળી આંગળી બતાવી મુંબઈની હોટેલોમાં આટલું ડિસ્કાઉન્ટ માણી શકશો, જાણો વિગતે

14 May, 2024 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: મુંબઈમાં મતદાન કરનારા ગ્રાહકોને હોટેલ્સ અને રેસ્ટોરેન્ટ દ્વારા 10-20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ફૂડની પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અત્યારે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ની તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈમાં પણ 20 મેનાં રોજ મતદાન થવાનું છે. હવે મુંબઈમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મહારાષ્ટ્રમાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સે મતદાતાઓને લઈને એક સારા સમાચાર આપ્યા છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં મતદાન કરનારા ગ્રાહકોને હોટેલ્સ અને રેસ્ટોરેન્ટ દ્વારા 10-20 ટકાનું  ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ક્યાં ક્યાં આ ઓફર લાગુ પડશે?

તમને જણાવી દઈએ કે પૂણે અને મહાબળેશ્વરમાં પણ આ ડિસ્કાઉન્ટ ઓફર લાગુ રહેશે. દિલ્હી અને હિમાચલ જેવા અન્ય રાજ્યોએ પણ આ નિર્ણય લીધો જ હતો જેમાં મતદાતા શાહીવાળી આંગળીઓ દર્શાવે છે તેઓને આ છૂટ આપવામાં આવે છે. આ પહેલ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (વેસ્ટર્ન ઈન્ડિયા) HRAWI દ્વારા ઝુંબેશનાં ભાગરૂપે કરવામાં આવી છે. આ પાછળનો હેતુ માત્ર એ જ છે કે મતદાન માટે લોકોમાં જાગૃતિ આવે અને સામાન્ય ચૂંટણીઓમાં લોકોની ભાગીદારી વધે.

તમને પણ મળી શકે ડિસ્કાઉન્ટ, માત્ર આટલી શરત છે 

આમ તો આ ઓફરમાં ભાગ લેવા ખાસ કઈ કરવાનું નથી. માત્ર એટલી જ સલાહ આપવામાં આવી છે કે મતદાતાઓ (Lok Sabha Elections 2024)એ મતદાન બાદ પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવવાનું રહેશે. ત્યારે તેઓને બિલ પર ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવશે. આ સાથે જ કેટલીક સંસ્થાઓએ નમૂનાનું વિતરણ અને મફત આરોગ્ય તપાસની ઓફર જેવા અનન્ય વિચારો પણ રજૂ કર્યા છે જે ખરેખર મતદાતાઓમાં જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે જ લેવામાં આવ્યા છે.

શા માટે આવો નિર્ણય લેવાની ફરજ પડી રહી છે?

ખાસ તો આ પ્રકારની ઓફર કરવા પાછળ બીજો કોઈ આશય નથી, પરંતુ અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં જે પ્રમાણે લોકોની સંખ્યા જોવામાં આવી છે એના પરથી લેવામાં આવ્યો છે. અત્યારસુધી જે લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024)નું ત્રણ તબક્કામાં મતદાન થયું તેમાં અનુક્રમે 66.1, 66.7 અને 61 ટકા જ મતદાન જોવા મળ્યું હતું. આ આંકડાઓ 2019ની ચૂંટણીઓ કરતાં આશરે 3 ટકાનો ઘટાડો દર્શાવનારા હોવાથી આ પ્રકારની ઓફર આપીને લોકોમાં જાગૃતિ લાવવાનું પગલું લેવાઈ રહ્યું છે.

મહાબળેશ્વર, ગુરુગ્રામમાં પણ આ ઓફર છે!

Lok Sabha Elections 2024: મહાબળેશ્વરમાં પણ મતદાતાઓ માટે મેઘના ફૂડ સ્ટુડિયોમાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ મુદ્દે નરેશ જૈને કહ્યું હતું કે, “હું મતદાર જાગૃતિ માટે કંઈક કરવાનું વિચારી રહ્યો હતો કારણ કે હું માનું છું કે તે રાષ્ટ્ર નિર્માણનો પણ એક ભાગ છે. વેકેશનનો સમય છે અને ઘણા લોકો મહાબળેશ્વર આવી રહ્યા છે, તેથી અમે ડિસ્કાઉન્ટ ઓફર કરવાનું નક્કી કર્યું છે," આ સાથે જ ગુરુગ્રામ સંસદીય મતવિસ્તારમાં પણ મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લા વહીવટીતંત્રે વિવિધ મલ્ટિપ્લેક્સ ચેન સાથે મળીને આ અનોખી પહેલ કરી છે.

mumbai news mumbai Lok Sabha Election 2024 mumbai food