મતદાનના દિવસે મુંબઈ મેટ્રોમાં મળશે આટલા ટકા ડિસ્કાઉન્ટ, જાણો સંપૂર્ણ વિગતો

03 May, 2024 08:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બઈમાં ૨૦ મેના રોજ મતદાન થશે. મતદાન માટે મુંબઈ મેટ્રો (Mumbai Metro)એ તેની બે લાઇન પર ભાડામાં 10 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીની શરૂ થઈ ગઈ છે. આ વખતે 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. બીજા તબક્કાનું મતદાન થઈ ગયું છે અને ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. મુંબઈમાં ૨૦ મેના રોજ મતદાન થશે. મતદાન માટે મુંબઈ મેટ્રો (Mumbai Metro)એ તેની બે લાઇન પર ભાડામાં 10 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે 20 મેના રોજ શહેરમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) માટે મતદાન કરવા માટે મુસાફરોને ટિકિટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મુંબઈમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે.

આ બે લાઇન પર ડિસ્કાઉન્ટ મળશે

મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, મેટ્રો લાઇન 2A અને લાઇન 7 પર મુસાફરી કરતા મુસાફરો મતદાન (Lok Sabha Election 2024)ના દિવસે 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ અંધેરી (પશ્ચિમ) અને દહિસર (પૂર્વ) વચ્ચે મેટ્રો લાઇન 2A અને દહિસર (પૂર્વ) અને અંધેરી (પૂર્વ) વચ્ચે લાઇન 7નું સંચાલન કરે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેટ્રો (Lok Sabha Election 2024) મુસાફરોને નાગરિક તરીકેની તેમની ફરજ નિભાવવા અને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. તેનો હેતુ મતદાનને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મતદાન મથકો સુધી પહોંચવા માટે મુંબઈ વન કાર્ડ, પેપર ક્યુઆર અને પેપર ટિકિટનો ઉપયોગ કરનારા મુસાફરો મતદાન પછી પરત ફરવાના મૂળ ભાડા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

૨૦૨૬ સુધી શરૂ નથી થવાની મેટ્રો લાઇન ૬

લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં સ્વામી સમર્થનગરથી વિક્રોલીની ૧૫.૩૧ કિલોમીટર લાંબી મુંબઈ મેટ્રો પિન્ક લાઇન ૬નું સિવિલ વર્ક આ વર્ષના ઑક્ટોબર મહિના સુધીમાં પૂરું થઈ જશે, પણ આ મેટ્રો લાઇન પર દોડનારી ટ્રેનો મળી નથી અને કાંજુરમાર્ગમાં કારશેડ તૈયાર નથી એટલે આ મેટ્રો લાઇન શરૂ થવા માટે ૨૦૨૬ સુધી રાહ જોવી પડશે. મેટ્રો લાઇન ૬નું સિવિલ વર્ક ૭૫ ટકા પૂરું થઈ ગયું છે. ડેપો માટે વર્કઑર્ડર નીકળી ગયો છે અને ૨૦૨૬ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થશે.

મેટ્રો લાઇન ૬ પિન્ક લાઇનની કેટલીક ખાસિયતો

સાત તબક્કામાં મતદાન

આ વખતે દેશમાં કુલ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ બે તબક્કાની ચૂંટણી યોજાઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે. 13મી મેના રોજ ચોથા તબક્કામાં 96 લોકસભા બેઠકો પર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે અને 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. છઠ્ઠો તબક્કો 25મી મેના રોજ અને સાતમો તબક્કો 1લી જૂને થશે. છેલ્લા બે તબક્કામાં દરેક 57 સીટો પર મતદાન થશે.

Lok Sabha Election 2024 mumbai metro mumbai traffic mumbai mumbai news