04 June, 2024 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મતગણતરીની તસવીરો
Lok Sabha Election 2024 Results: એનડીએ બહુમતીમાં હોય એવું દેખાઈ રહ્યું છે પણ કૉંગ્રેસ પણ પોતાના આંકડા ક્ષણે-ક્ષણે બદલતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ શૅર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ શૅર થઈ રહ્યા છે. જે લોકો બીજેપીને સપૉર્ટ કરી રહ્યા છે તેમનું એવું કહેવું છે કે બીજેપી એકતરફી બહુમત લાવશે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલા કૉંગ્રેસ અને બીજેપી વચ્ચે મતગણતરી દરમિયાન કાંટાની ટક્કર ચાલતી જોવા મળી રહી છે. જ્યાં બીજેપી 400 પાર જવાનો દાવો કરી રહી હતી, ત્યાં મતગણતરી ચાલી રહી છે ત્યારે એનડીએ 300 સીટ પર પણ આગળ થઈ શકી નથી. એવામાં ઈન્ટરનેટ પર લોકો પૂરજોશમાં મીમ્સ શૅર કરી રહ્યા છે. જો કે, એનડીએ બહુમતી લાવી રહી છે એ તો દેખાઈ રહ્યું છે પણ કૉંગ્રેસ પણ પોતાના આંકડા પર આગળ વધતી જોવા મળી રહી છે. જે લોકો બીજેપીને સપૉર્ટ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે બીજેપી એકતરફી બહુમત લાવશે.
ઈન્ટરનેટ પર થઈ રહી છે ટ્રોલિંગ
Lok Sabha Election 2024 Results: જો કે, ઈન્ડિયા ગઠબંધન પણ પાછળથી જાણે ટાંટિયા ખેંચ કરે છે. હાલ, પરિણામ આવવાના શરૂ થયા નથી પણ લોકોએ ઈન્ટરનેટ પર ટ્રોલિંગ શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીના પરિણામમાં યૂપીમાં પાસો પલટી થતો દેખાઈ રહ્યો છે. શરૂઆતના આંકડાઓમાં સમાજવાદી પાર્ટી (SP) અને કૉંગ્રેસ ગઠબંધન કેટલીક સીટથી આગળ છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આજે જાહેર થવાના છે, મતગણતરી ચાલી રહી છે ત્યારે આંકડાઓ જોતા એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે, સતત આંકડાઓમાં એનડીએ અને ઇન્ડિયા એકબીજાને ધોબીપછાડ આપી રહી છે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર યૂઝર્સને પણ રસપ્રદ મીમ્સ બનાવવા માટેનો સમય મળી રહ્યો છે. એક તરફ જ્યાં બીજેપીનો અબ કી બાર 400 પારનો સ્લોગન ફેઇલ થતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જાણે ટૉમ અને જેરીની રેસ લાગી છે જેમાં કોણ કોનાથી આગળ નીકળે છે તે જોવા માટે આજે દેશના નાગરિકો ન્યૂઝ અને ઈલેક્શન કમિશનના આંકડાઓ પર પોતાની મીટ માંડીને બેઠાં છે.
સતત બદલાતાં મતગણતરીના આંકડાઓ વચ્ચે શૅરબજારે એક્ઝિટ પોલ પહેલા જે ઝડપભેર છલાંગ મારી હતી હવે તેટલા જ કડાકાથી બજાર નીચે પણ ગબડ્યું છે. લગભગ ગઈકાલે બજારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઊંચે ચડ્યા હતા આજે એટલા જ ઝપાટાભેર નીચે ગગડ્યા છે. એવામાં તમારે શૅરબજારમાં કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું આ મામલે ગુજરાતી મિડડે ડૉટ કૉમે એક વીડિયો પણ જાહેર કર્યો હતો જે તમે અહીં જોઈ શકો છો.
સતત મતગણતરીના આંકડા બદલાઈ રહ્યા છે જેમાં કેટલીક જગ્યાએ એનડીએ તો કેટલીક જગ્યાએ ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યા છે. જેને જોતાં સોશિયલ મીડિયા પર યૂઝર્સ સતત રસપ્રદ મીમ્સનો ઘોડાપૂર વરસાવી રહ્યા છે.