Lok Sabha Election 2024: ગોવિંદા ચૂંટણી નહીં લડે, મહાયુતિ માટે કરશે પ્રચાર

31 March, 2024 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024) પહેલાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેનાએ મોટું પગલું ભર્યું અને પ્રખ્યાત અભિનેતા ગોવિંદાને પાર્ટીમાં સામેલ કર્યા છે

ફાઇલ તસવીર

લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024) પહેલાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેનાએ મોટું પગલું ભર્યું અને પ્રખ્યાત અભિનેતા ગોવિંદાને પાર્ટીમાં સામેલ કર્યા છે. જોકે, ઈન્ડિયા ટીવીએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ગોવિંદા ચૂંટણી નહીં લડે, પરંતુ પાર્ટી માટે લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગોવિંદા શિવસેનામાં જોડાયા હતા અને એવી અટકળો ચાલી રહી હતી કે તે મુંબઈ નોર્થ-વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડશે. જોકે, હવે એવા સમાચાર છે કે તેઓ ચૂંટણી લડવાના નથી.

આ બેઠકો પર પ્રચાર કરી શકે છે ગોવિંદા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોવિંદા 4, 5 અને 6 એપ્રિલે રામટેક મતવિસ્તારમાં, 11 અને 12 એપ્રિલે યવતમાલ મતવિસ્તારમાં, 15 અને 16 એપ્રિલે હિંગોલી અને 17 અને 18 એપ્રિલે બુલઢાણા મતવિસ્તારમાં પ્રચાર (Lok Sabha Election 2024:) કરશે. તેઓ આ મતવિસ્તારોમાં મહાયુતિ (શિવસેના, એનસીપી, ભાજપ) ઉમેદવારો માટે પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે, લોકસભાના પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રની રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી, ચંદ્રપુર લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.

ગોવિંદા પહેલા પણ સાંસદ રહી ચૂક્યા છે

અગાઉ એવા સમાચાર હતા કે શિંદે જૂથ આ વખતે મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક (Lok Sabha Election 2024:) પરથી વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરને ટિકિટ આપવાનું ટાળી રહ્યું છે. આ કારણે એક્ટર ગોવિંદાનું નામ ચર્ચામાં હતું. જોકે, અહીંથી પાર્ટીએ હવે અમોલ કીર્તિકરને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે અભિનેતા ગોવિંદા 2004માં કૉંગ્રેસની ટિકિટ પર ઉત્તર મુંબઈથી સાંસદ રહી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી ક્યારે યોજાશે?

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે 5 બેઠકો પર, બીજા તબક્કામાં 26મી એપ્રિલે 8 બેઠકો પર, ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ 11 બેઠકો પર, ચોથા તબક્કામાં 13મી મેના રોજ 11 બેઠકો પર અને પાંચમા તબક્કામાં 11 બેઠકો પર મતદાન થશે. 13 બેઠકો પર 20મી મેના તબક્કામાં ચૂંટણી થશે.

શિવસેનામાં જોડાવવું ભગવાનના આર્શીવાદ સમાન: ગોવિંદા

અભિનેતા ગોવિંદા ગુરુવારે શિવસેનામાં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીના સભ્યપદ તરીકે શપથ લીધાં. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે શિંદેની પાર્ટી તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. જો આમ થશે તો તે શિવસેના (UBT)ના ઉમેદવાર અમોલ કીર્તિકર સામે ચૂંટણી લડશે.
આ પહેલા બુધવારે ગોવિંદા શિંદે કેમ્પના નેતા અને શિવસેનાના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને મળ્યા હતા, જેનો ફોટો પણ સામે આવ્યો હતો. ગોવિંદા અગાઉ 2004માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપના રામ નાઈકને 48,271 મતોથી હરાવ્યા.

govinda eknath shinde shiv sena bharatiya janata party nationalist congress party Lok Sabha Election 2024 mumbai mumbai news maharashtra news national news