લોન ઍપના ટેરરનો નવો બૅઝ પાકિસ્તાન

21 November, 2023 07:10 AM IST  |  Mumbai | Faizan Khan

ચાઇનીઝ સાઇબર ગુનેગારો નેપાલનો ભાંડો ફૂટ્યા પછી પાકિસ્તાન ભણી વળ્યા છે : ભારતમાં આ લોન ઍપ શાર્ક્‍‍સે મોટું કૌભાંડ તો આચર્યું છે, પણ રીતસરનો આતંક ફેલાવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક મહિનામાં સાઇબર સેલે લોન ઍપ કેસમાં ધરખમ વધારો નોંધ્યો છે. પોલીસ આનાં મૂળ બદલાતાં અત્યારે આશ્ચર્યમાં છે. પહેલાં કૉલ મૂળ નેપાલથી આવતા હતા, જે અત્યારે મોટા ભાગે પાકિસ્તાનથી ટ્રેસ થઈ રહ્યા છે. શ્રેણીબદ્ધ ‘મિડ-ડે’ના અહેવાલને પગલે નેપાલ પોલીસે આખા કૉલ સેન્ટર નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી હતી. સાઇબર સેલે ટ્રૅક કરેલાં કેટલાંક આઇપી ઍડ્રેસ જે લોન ઍપ કેસને સંલગ્ન છે એ લૉ એન્ફોર્સમેન્ટે દાવો કર્યો છે કે એમાં વધારો થઈ રહ્યો છે. આમાં ચાઇનીઝ સાઇબર ગુનેગારો પાકિસ્તાનમાં રહીને મોટા ભાગનાં સાઇબર કૌભાંડ કરી રહ્યા હોવાની શક્યતા છે. સ્થાનિક મુંબઈ પોલીસ-સ્ટેશને પહેલાંથી જ શોધી કાઢ્યું હતું કે દુબઈથી ચાલતા સાઇબર કૌભાંડમાં હવે પાકિસ્તાનની સંડોવણી હોવાની ઘંટડી વાગી છે. સાઇબર સેલના અધિકારીએ જણાવ્યું કે ‘જ્યારે ૨૦૨૧-’૨૨માં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હતો એ દરમ્યાન ૨૦૨૨ના મે મહિના બાદ સાઇબરના કેસમાં ઘટાડો થયો હતો, પણ આ વર્ષે આ લોન ઍપને લગતા ૫૪ કેસ સામે આવ્યા છે. ૨૦૨૧માં આ આંકડો ૧૦૦થી વધુ હતો, પણ ૫૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાની રકમ માટે શરમ અનુભવતા લોકો પોલીસ પાસે આવતા નહોતા.’

અધિકારીઓએ જણાવ્યું કે અમે કેટલીક એજન્સીઓ સાથે કોલૅબરેશન કરીને ગૂગલ પરથી આવી ૨૦૦૦ ઍપ બૅન કરી હતી. જોકે આ ઍપ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટેલિગ્રામ જેવાં પ્લૅટફૉર્મથી કૌભાંડ આચરી રહી છે. અધિકારીઓએ એ પણ નોંધ્યું કે પાકિસ્તાનથી આવતા કૉલ્સ માટે તેઓ ભારતના લોકોનો ડેટા ડાર્ક વેબ પરથી મેળવતા હતા. કેટલાક લોકોએ લોન ન લીધી હોવા છતાં આધાર સાથે લિન્ક કરેલા નંબરને કારણે પણ આ ડેટા ઉપયોગમાં લેવાતા હતા.

સાઇબર એક્સપર્ટ યાસિર શેખ જણાવે છે કે ‘આ લોન ઍપ મૂળ લોકો પાસે હતી ત્યાં સુધી ઠીક, પણ હવે એ પાકિસ્તાનની આઇપી ઍડ્રેસ અને ચાઇનીઝ ફન્ડિંગ સાથે જોડાઈ છે, જે ઝડપી ફાઇનૅન્સ અસિસ્ટન્ટ છે. કોઈક જો લોન લે તો તેને પણ મોટા પ્રમાણમાં વ્યાજ, હિડન ચાર્જ અને પઠાણી ચુકવણી કરે છે. કેટલીક ઍપ તો જ્યાં સુધી લોન લેનાર ઉધાર ન ચૂકવે ત્યાં સુધી હિંસક ધમકીઓ પણ આપે છે. ભારતમાં આવી ૧૦૦૦ લોન ઍપ મળી આવી છે.’

મુંબઈ પોલીસે જણાવ્યા મુજબ જાન્યુઆરીથી ઑક્ટોબર સુધી આવા લોન ઍપના ૫૪ કેસ નોંધાયા છે. એમાંથી ૧૧ ગુના ઉકેલીને ૧૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનાની ગંભીરતા વધી ગઈ છે, કારણ કે ચાઇ​નીઝ માસ્ટરમાઇન્ડ આને ખૂબ ચૅલેન્જિંગ બનાવી દે છે, જેના હૅન્ડલર પાકિસ્તાનમાંથી ભારતમાં નેટવર્ક ચલાવે છે. જૉઇન્ટ કમિશનર લખમી ગૌતમે જણાવ્યું કે ‘અમારી વિશેષ ટીમ આવા કેટલાક સાઇબર કેસ પર કામ કરી રહી છે, જેમાં મોટા ભાગના લોન ઍપ કેસ અને ટાસ્ક ફ્રૉડ કેસનો સમાવેશ થાય છે. અમે કોઈ પણ તકલીફ વિના કેટલાક કેસ સૉલ્વ કર્યા છે. લોકોને જાગ્રત કરવા એ આનો મુખ્ય મુદ્દો છે, જેના પર અમે સફળતાપૂર્વક કામ કરી રહ્યા છીએ.`

છેલ્લા ૩ મહિનામાં સાઇબર ક્રાઇમ પોલીસે લોન ઍપ કેસ સહિતના કેસમાં ૭૫ આરોપીને પકડી પાડ્યા છે.

cyber crime india nepal pakistan Crime News mumbai mumbai news faizan khan