દિલ્હીથી ગેરકાયદે મુંબઈ લવાયેલો વિદેશી દારૂ પકડાયો

02 April, 2024 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે આ સંદર્ભે સતીશ પટેલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની વિજિલન્સ ટીમ

લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગી ગઈ છે ત્યારે સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની વિજિલન્સ ટીમે વરલીમાં વૉચ ગોઠવી દિલ્હીથી ગેરકાયદે લવાયેલા વિદેશી દારૂ સાથે ટેમ્પો સહિત કુલ ૨૨.૮૯ લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી. ટેમ્પો સાથે પકડાયેલા ૩૫ વર્ષના સતીશ શિવલાલ પટેલની પૂછરછ કરતાં તેણે આપેલી માહિતીને આધારે વિલે પાર્લેમાં જઈ તપાસ કરી બીજો ૧૪.૩૯ લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આમ કુલ ૩૭.૨૮ લાખની મતા જપ્ત કરાઈ હતી. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે આ સંદર્ભે સતીશ પટેલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

mumbai news national news mumbai crime news