13 January, 2025 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પવઈમાં આવેલા IIT ના કૅમ્પસમાં દીપડો દેખાતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો
પવઈમાં આવેલા IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી)ના કૅમ્પસમાં દીપડો દેખાતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. સામાન્યપણે દીપડો એ માનવવસ્તીમાં આવતો નથી, એ જંગલમાં જ રહેવાનું પસંદ કરે છે. જોકે હાલમાં જ પવઈ IIT કૅમ્પસમાં રાતના સમયે કારમાં પસાર થઈ રહેલા પ્રવાસીએ દીપડાને ફરતો જોતાં એનો વિડિયો લીધો હતો અને એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ હાલમાં આ દીપડાને શોધવા પૅટ્રોલિંગ કરી રહી છે.