કોઈ પણ મીડિયમમાં ત્રીજાથી બારમા ધોરણ સુધી મરાઠી ફરજિયાત

26 October, 2024 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડીને દરેક સ્કૂલ અને કૉલેજને વિદ્યાર્થીઓને મરાઠી ભણાવવાનો નિર્દેશ આપ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં જ જાહેર થયેલા સ્ટેટ એજ્યુકેશન સિલેબસ પ્રમાણે કોઈ પણ મીડિયમમાં બાળક ભણતું હોય તો પણ ત્રીજા ધોરણથી લઈને બારમા ધોરણ સુધી હવે મરાઠી સબ્જેક્ટ ફરજિયાત રહેશે. મીડિયમ પ્રમાણે પહેલી ભાષા ગુજરાતી, હિન્દી, કન્નડા એમ હોઈ શકે અને બીજી ભાષા અંગ્રેજી લઈ શકાય, પણ ત્રીજી ભાષા તો મરાઠી જ લેવી પડશે.

૨૦૨૦માં અમલમાં આવેલા ધ મહારાષ્ટ્ર કમ્પલ્સરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ મરાઠી લૅન્ગ્વેજ ઇન સ્કૂલ ઍક્ટ મુજબ રાજ્યમાં મરાઠી ફરજિયાત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડીને દરેક સ્કૂલ અને કૉલેજને વિદ્યાર્થીઓને મરાઠી ભણાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સિવાય સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક ફૉર સ્કૂલ એજ્યુકેશનના ડ્રાફ્ટમાં પણ અત્યાર સુધી ફરજિયાત કરવામાં આવેલા ધોરણ ૧૧ અને ૧૨મા અંગ્રેજી વિષયને બદલે મરાઠીને ફરજિયાત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. 

mumbai news mumbai Education gujarati medium school maharashtra news