12 January, 2024 09:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અટલ સેતુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ ટ્રાન્સ-હાર્બલ લિન્કનું ઉદ્ઘાટન કર્યું. આ લિન્કને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે. લગભગ 17,840 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ લિન્ક ભારતનું સૌથી લાંબુ બ્રિજ છે. આ બ્રિજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની સૌથી દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુર્બ્રોએ બનાવ્યું છે. આ કંપનીની સ્થાપના આઝાદી પહેલા થઈ હતી. ડેનમાર્કથી આવેલા બે ઈન્જિનિયરોએ આ કંપની બનાવી હતી અને આજે આ વિશ્વની ટૉપ કન્સ્ટ્રક્શન કંપનીઓમાંની એક છે. આણે ભારત અને વિશ્વમાં અનેક પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. આમાં ગુજરાતનો સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને રાઉરકેલામાં આવેલ બિરસા મુંડા હૉકી સ્ટેડિયમ પણ સામેલ છે. કંપની અયોધ્યામાં ભગવાન રામનું મંદિર પણ બનાવી રહી છે.
અટલ સેતુ
અટલ સેતુ એટલે કે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક દેશનું સૌથી લાંબુ બ્રિજ છે. લગભગ 17,840 કરોડ રૂપિયાથી વધારેના ખર્ચે બનેલું આ પુલ 21.8 કિલોમીટર લાંબું છે. સમુદ્રની ઉપર આની લંબાઈ લગભહ 16.5 કિલોમીટર અને જમીન પર લગભગ 5.5 કિલોમીટર છે. આનું નિર્માણ 177,903 મેટ્રિક ટન સ્ટીલ અને 504,253 મેટ્રિક ટન સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોતાનામાં જ ઈન્જિનિયરિંગનો એક અજોડ નમૂનો છે. આનો 14 કિલોમીટર લાંબો ભાગ એલએન્ડટીએ બનાવ્યો છે. આમાં ભારતમાં પહેલીવાર ઑર્થોટ્રૉપિક સ્ટીલના ડેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મરીન કન્સ્ટ્રક્શન અને અંડરવૉટર પાઈલિંગ માટે એડવાન્સ્ડ ટેક્નીક્સનો ઉપયોગ કરવામાં આવ્યો.
સ્ટેચ્યૂ ઑફ યૂનિટી
ગુજરાતના કેવડિયામાં નર્મદા નદીના કિનારે સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યૂ ઑફ યૂનિટીનું નિર્માણ પણ આ કંપનીએ કર્યું છે. 182 મીટર ઉંચું આ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યૂ છે. આનું કામ પૂરું કરવા માટે 300 ઈન્જિનિયરો અને 3000 શ્રમિકોએ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી કામ કર્યું હતું, આને બનાવવા માટે 70000 ટન સીમેન્ટ, 25000 ટન સ્ટીલ અને 12000 કૉપર પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યૂમાં ચાર હાઈ-સ્પીડ લિફ્ટ છે. આને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે ભૂકંપના આંચકા અથવા 60 મીટર/સેકેન્ડ જેટલી હવાની ગતિ પણ આ પ્રતિમાનું કંઈપણ નહીં બગાડી શકે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો શ્રેય પણ આ કંપનીને જાય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,10,000 દર્શકોના બેસવાની વ્યવસ્થા છે. ઓરિસ્સાના રાઉરકેલામાં વિશ્વનું સૌથી મોટું હૉકી સ્ટેડિયમ પણ એલએન્ડટીએ બનાવ્યું છે. સાથે જ કંપનીએ કતરમાં અહમદ બિન અલી સ્ટેડિયમ અને બારબાડોસના બ્રિજટાઉનમાં કેનસિંગટન ઓવલ સ્ટેડિયમ બનાવ્યું છે. 2011માં વાનખેડે સ્ટેડિયમની ક્ષમતામાં વિસ્તારનું કામ પણ આને સોંપવામાં આવ્યું હતું. 2006માં કંપનીએ ચેન્નઈમાં જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમને પણ રેકૉર્ડ 260 દિવસમાં તૈયાર કર્યું હતું.
રામ મંદિર
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ પણ આ જ કંપની કરી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 1000 વર્ષ સુધી કોઈ આંધી-તોફાન કે ભૂકંપ અથવા પર પણ આ મંદિરને હલાવી નહીં શકે. રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે જેના પછી મંદિર સામાન્ય જનતા માટે ખુલી જશે. આને સંપૂર્ણ રીતે પત્થરોથી બનાવવામાં આવી રહ્યું છે. આમાં સીમેન્ટ અને લોખંડનો ન્યૂનતમ ઉપયોગ થયો છે.
એલએન્ડટીની શરૂઆત ડેનમાર્કથી આવેલા બે ઈન્જિનિયરો હેનિંગ હોલોક લાર્સન અને સોરેન ક્રિશ્ચિયન ટુબ્રોએ કરી હતી. વર્ષ 1946માં આની સ્થાપના મુંબઈના એક નાનકડા રૂમથી થઈ હતી અને આજે વિશ્વના 30થી વધુ દેશોમાં પોતાની સેવાઓ આપે છે. કંપની ઈન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન સિવાય ટેક્નોલોજી, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને આઈટી સેક્ટરમાં પણ કામ કરે છે.