05 August, 2024 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં મૂખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે મદદ કરવા માટે ‘લાડકી બહેન યોજના’ (Ladli Behna Yojana) શરૂ કરી હતી. આ યોજના હેઠળ મહિલાઓના બેન્ક એકાઉન્ટમાં દર મહીને 1,500 રૂપિયા જેટલા પૈસા જવામાં કરવામાં આવવાના છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારની આ યોજનાને સામે અનેક લોકોએ રાજ્યની તિજોરી પર આર્થિક સંકટનું કારણ આપી વાંધો ઉઠાવ્યો હતો અને આ મામલે બોમ્બે હાઈ કોર્ટમાં યોજનાને રદ કરવા માટે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. જેથી હવે આ કેસની સુનાવણી કરતાં હાઈ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.
બોમ્બે હાઈકોર્ટે સોમવારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરવામાં આવેલી મહારાષ્ટ્ર સરકારની (Ladli Behna Yojana) ‘લાડકી બેહન યોજના` અને `લાડકા ભાઈ યોજના`ને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ કલ્યાણકારી યોજનાઓ એવા લોકો માટે જરૂરી છે જેઓ કોઈ કારણસર વંચિત છે અને બંધારણની કલમ 15 હેઠળ રાજ્યને તેમના માટે લાભદાયી યોજનાઓ બનાવવાની છૂટ છે. આ અરજી નવી મુંબઈના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નવીદ અબ્દુલ સઈદ મુલ્લા દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ યોજનાઓ રાજ્યને આર્થિક રીતે નબળું પાડશે. અરજીકર્તાના વકીલ ઓવૈસ પેચકરે કહ્યું કે દરેક બાળકને મૂળભૂત શિક્ષણ નથી અપાઈ રહ્યું પરંતુ આ મફત સુવિધા આપવામાં આવી રહી છે. આ કરદાતાઓ સાથે ખોટું થઈ રહ્યું છે.
અરજી કરનારના વકીલના દલીલ પર ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ખંડપીઠે કહ્યું, `તમે અલગ રીતે જુઓ છો, સરકાર અલગ રીતે જુએ છે અને રાજ્યપાલનો આ અંગે અલગ અભિપ્રાય હોઈ શકે છે. તેને પોલિસી ડિફરન્સ કહેવામાં આવે છે. કોઈપણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ન થાય ત્યાં સુધી અમે આ અંગે દખલ કરી શકતા નથી. બેન્ચે પીઆઈએલને ફગાવી દીધી (Ladli Behna Yojana) હતી.
પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ યોજના રાજકીય રીતે પ્રેરિત છે. આ સરકાર દ્વારા `મતદારોને લાંચ આપવા` શરૂ કરવામાં આવી છે. તેના પર કોર્ટે કહ્યું (Ladli Behna Yojana) કે અરજદારે મફત અને સામાજિક કલ્યાણ યોજના વચ્ચે તફાવત કરવો પડશે. પેચકરે દાવો કર્યો હતો કે આ યોજના મહિલાઓ વચ્ચે ભેદભાવ કરે છે કારણ કે જેઓ વાર્ષિક રૂ. 2.5 લાખથી ઓછી કમાણી કરે છે તેઓ જ યોજના હેઠળ લાભ માટે પાત્ર છે. તેના પર બેન્ચે કહ્યું, `આ કેટલીક મહિલાઓ માટે લાભાર્થી યોજના છે. આ કેવો ભેદભાવ? કેટલીક મહિલાઓ 10 લાખ રૂપિયા કમાય છે તો કેટલીક 2.5 લાખ રૂપિયા કમાય છે. શું તેઓ એક જ જૂથમાં આવે છે? આ ભેદભાવ નથી. હાઈ કોર્ટે કહ્યું કે બજેટ બનાવવું એ કાયદાકીય પ્રક્રિયા છે. શું કોર્ટ આમાં દખલ કરી શકે? જેથી શિંદે સરકારની આ આયોજના શરૂ રહેશે એવું લાગી રહ્યું છે.