29 March, 2024 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કચ્છ યુવક સંઘ, નવી મુંબઈ શાખા દ્વારા ‘ઍન્કરવાલા રક્તદાન અભિયાન’ હેઠળ વાશી, નવી મુંબઈમાં રવિવાર, ૩૧ માર્ચે રક્તદાન શિબિર તથા હેલ્થ ચેકઅપ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં રક્તની તીવ્ર અછત હોવાથી વધુ ને વધુ લોકો આ શિબિરમાં જોડાય એવી સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મિતા છેડાનો 98211 35972 નંબર પર સંપર્ક કરવો. સ્થળ : શ્રીમતી દમયંતીબેન છેડા સ્થાનક, સેક્ટર ૦૯ A, વાશી બસ ડેપોની પાસે, વાશી. સમય : સવારે ૯થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન.