25 June, 2024 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનજી ગેલાભાઈ ગાલા
માટુંગા (સેન્ટ્રલ)માં રહેતા કચ્છી અગ્રણી અને ધનજી ગેલાભાઈ ગાલાનું ગઈ કાલે ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. તેઓ ૬૭ વર્ષના હતા. શ્રી વાગડ વીસા ઓશવાળ ચોવીસી મહાજન સાથે જોડાયેલા ધનજીભાઈ ધનાશાના નામે સમાજ અને માટુંગા-દાદરના લોકોમાં જાણીતા હતા. મૂળ કચ્છ-વાગડના લાકડિયાના ધનજીભાઈનો માટુંગામાં પ્રામાણિકના નામે રેડીમેડ ગાર્મેન્ટ્સનો શોરૂમ હતો. ત્યાર બાદ તેમણે રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું હતું. અત્યારે મુંબઈ અને દેવલાલીમાં તેમની કંપનીના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આજે માટુંગા (સેન્ટ્રલ)ના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે.